Akshay Tritiya 2026: વર્ષ 2026ની અક્ષય તૃતીયા ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટિએ આ દિવસે એવો દુર્લભ મહાસંયોગ બની રહ્યો છે, જે લગભગ 100 વર્ષ બાદ જોવા મળશે. એક સાથે અનેક શુભ યોગોનું નિર્માણ આ દિવસને વધુ શક્તિશાળી બનાવે છે. એવી માન્યતા છે કે આ તિથિ પર કરવામાં આવેલા શુભ કાર્યોનું ફળ અનેકગણું વધીને મળે છે અને જીવનમાં સ્થાયી સુખ-સમૃદ્ધિ લાવે છે.
100 વર્ષ બાદ બની રહ્યો દુર્લભ મહાસંયોગ
આ વર્ષે અક્ષય તૃતીયા પર આયુષ્માન યોગ, સૌભાગ્ય યોગ, ગજકેસરી યોગ, ત્રિપુષ્કર યોગ, રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા અનેક શુભ સંયોગ એક સાથે બની રહ્યા છે. સૂર્ય અને ચંદ્રની મજબૂત સ્થિતિ આ દિવસની શુભતામાં વધારો કરી રહી છે. આવી સ્થિતિમાં આ તિથિ ધન, સફળતા અને નવી શરૂઆત માટે ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. આનાથી ચાર રાશિના જાતકોને ખા લાભ થશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકોને સૂર્યની મજબૂત સ્થિતિથી માન-સન્માન વધશે. અટકેલા પૈસા મળવાના સંકેત છે. ધન લાભ અને બચત વધી શકે છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકોને ચંદ્રના પ્રભાવથી માનસિક શાંતિ મળશે. સંપત્તિ અથવા વાહન ખરીદવાના યોગ છે. આવકના નવા સ્ત્રોત ઉભરી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે આ સમય આર્થિક રીતે ફાયદાકારક રહેશે. નોકરીમાં પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. અટકેલા કામ પૂરા થશે. અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે.
શુભ મુહૂર્ત (2026)
અક્ષય તૃતીયા 19 એપ્રિલ 2026ના રોજ ઉજવવામાં આવશે.
પૂજાનો શુભ સમય
સવારે 10:49થી બપોરે 12:30 વાગ્યા સુધી રહેશે.
ખરીદીનું મુહૂર્ત
સવારે 10:49 વાગ્યાથી આખો દિવસ શુભ.
તૃતીયા તિથિ
સવારથી શરૂ થઈને બીજા દિવસ સુધી પ્રભાવી રહેશે. આ સમય દરમિયાન સોના અને ચાંદીની ખરીદી, રોકાણ અને નવા કામની શરૂઆત અત્યંત શુભ માનવામાં આવે છે.
પૂજા વિધિ
અક્ષય તૃતીયાના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કરો. સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. તમારા ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો. તેમને પીળા ફૂલો, ધૂપ, દીવા અને નૈવેદ્ય અર્પણ કરો. ત્યારબાદ, "ૐ નમો ભગવતે વાસુદેવાય" મંત્રનો જાપ કરો. પૂજાના અંતે આરતી કરો અને તમારા પરિવારની સુખ-સમૃદ્ધિની કામના કરો.
આ દિવસે શું કરવું?
આ દિવસે સોનું, ચાંદી અથવા અન્ય કોઈ પણ કિંમતી વસ્તુની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. ગરીબોને અન્ન, પાણી, કપડાં કે ધનનું દાન કરો. ઘરમાં જવ કે ઘઉં લાવવું સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તુલસીના છોડને જળ અર્પણ કરો અને દીવો પ્રગટાવો. નવું કામ, બિઝનેસ કે રોકાણની શરૂઆત કરો.


