66 કિલો સોના અને 295 કિલો ચાંદીમાંથી બનેલા ભારતના સૌથી અમીર મહાગણપતિ!, જુઓ ગણેશજીના Photos
source- gsbsevamandalmumbai |
દેશમાં ગણેશ ચતુર્થી ખુબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ મહારાષ્ટ્રમાં અને એમાં પણ ખાસ કરીને મુંબઈમાં ઉજવવામાં આવતો ગણપતિ મહોત્સવ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. મુંબઈમાં ગણપતિની પ્રતિમા અજોડ હોય છે. પરંતુ GSB સેવા મંડળ દર વર્ષે તેની સૌથી અમીર ગણપતિની મૂર્તિ માટે ચર્ચામાં રહે છે.
ગણપતિની સૌથી અમીર મૂર્તિ
GSB સેવા મંડળ દ્વારા બનાવવામાં આવતા મહાગણપતિ ભારતના સૌથી અમીર ગણપતિની મૂર્તિ તરીકે પ્રસિદ્ધ છે. તેમજ હમેશા ખુબ જ ભવ્ય શણગાર માટે આખા શહેરમાં ચર્ચાનો વિષય રહે છે. આ વર્ષે આ મહાગણપતિ 66.5 કિલો સોનાના ઘરેણા 295 કિલોથી વધુ ચાંદી અને અન્ય કિમતી આભૂષણોથી સુસજ્જ છે.
![]() |
source- gsbsevamandalmumbai |
પહેલીવાર લગાવ્યા કેમેરા
મુંબઈના પૂર્વ ભાગમાં કિંગ્સ સર્કલમાં આવેલા GSB સેવા મંડળે તેના 69મું વર્ષ ઉજવી રહ્યા છે ત્યારે સેવા મંડળમાં શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પહેલીવાર પંડાલમાં ચહેરો ઓળખાઈ શકે તેવા કેમેરા લગાવવામાં આવ્યા છે.
![]() |
source- gsbsevamandalmumbai |
રૂ. 360.40 કરોડનું ઈન્સ્યોરન્સ
આ વર્ષે સેવા મંડળ દ્વારા 360.40 કરોડ રૂપિયાનો વિમો ઉતરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ભક્તોને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા QR કોડ અને લાઈવ સ્ટ્રીમીંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એક આયોજકે જણાવ્યું કે સેવા મંડળ દ્વારા આ ગણપતિ ઉત્સવ દરમ્યાન રામ મંદિરના નિર્માણ અને ઉદ્ઘાટન માટે અહીં અનુષ્ઠાન પણ કરવામાં આવશે.