Astro

રાશિ ભવિષ્ય 27 ઓક્ટોબર: આ રાશિઓને મળશે અણધાર્યો ધનલાભ, બે રાશિના જાતકો રહે સાવધાન!

By GS Team
27 Oct 20261 min read
TukuTouch Logo
આગામી સમયમાં મેષ રાશિના જાતકોના અગત્યના કામનો ઉકેલ આવશે, જ્યારે વૃષભ રાશિના લોકોને કામમાં મુશ્કેલી અને ખર્ચ જણાય. મિથુન રાશિના લોકોને કાર્યની પ્રશંસા અને ધંધામાં લાભ થશે. કન્યા રાશિના લોકોને સુસ્તી-બેચેની અને તબિયતની અસ્વસ્થતા રહેશે. ધન રાશિના જાતકો પોતાની બુદ્ધિથી કામનો ઉકેલ લાવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાશિ ભવિષ્ય 27 ઓક્ટોબર: આ રાશિઓને મળશે અણધાર્યો ધનલાભ, બે રાશિના જાતકો રહે સાવધાન!

મેષ : આપના અગત્યના કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. આનંદ રહે. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
વૃષભ : આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી રહ્યા કરે. કોર્ટ-કચેરીના કામમાં આપે ઉતાવળ કરવી નહીં. ખર્ચ જણાય.
મિથુન : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી આનંદ અનુભવો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકીથી લાભ-ફાયદો જણાય.
કર્ક : આપના કાર્યની સાથે ઘર-પરિવાર- સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.
સિંહ : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુ આપને મદદરૂપ થાય.
કન્યા : દિવસ દરમ્યાન આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામકાજમાં ધ્યાન રાખવું પડે.
તુલા : સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. આપના કામમાં અન્યનો સાથ મળી રહે.
વૃશ્ચિક : સીઝનલ ધંધામાં આપે માલનું ધ્યાન રાખવું પડે. વધુ પડતો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગ સાથે વાદ-વિવાદથી સંભાળવું.
ધન : આપની બુદ્ધિ-અનુભવ- આવડત- મહેનતના આધારે કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામમાં સરળતા રહે.
મકર : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન ધીરે ચલાવવું.
કુંભ : આપના કામમાં સહકાર્યકરવર્ગ - નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાય.
મીન : કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય. સીઝનલ ધંધામાં લાભ-ફાયદો મળી રહે. કામનો ઉકેલ આવે.

  • અગ્નિદત્ત પદમનાભ