Astro

400 વર્ષ જૂનું એવું મંદિર જ્યાં દરેક બીમારી માટે જુદા જુદા દેવની થાય છે આરાધના, રોગ દૂર થવાની માન્યતા

By GS TEAM
16 Jun 20252 mins read
TukuTouch Logo
આપણે ત્યાં બિમારીઓ દૂર કરવા માટે લોકો બાધા રાખતા હોય છે, માનતા માનતા હોય છે, પણ આપણા દેશમાં એવા પણ મંદિર છે જ્યાં લોકો બિમારીઓ દૂર કરવા માટે અલગ અલગ દેવી દેવતાની અલગ અલગ પૂજા કરે છે. તેમાંનું એક મંદિર છે ઝાંસી શહેરનું પંચકુઈયા મંદિર. 16મી સદીમાં ઓરછાના રાજા વીરસિંહ જૂદેવ દ્વારા બનાવવામાં આવેલું આ મંદિર આસ્થાનું તો કેન્દ્ર છે જ પણ સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ આસ્થાનું મોટું કેન્દ્ર ગણાય છે. ઝાંસીના કિલ્લાની નજીક આવેલા આ ભવ્ય મંદિરમાં લોકોની મોટાપાયે ભીડ જામતી હોય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

400 વર્ષ જૂનું એવું મંદિર જ્યાં દરેક બીમારી માટે જુદા જુદા દેવની થાય છે આરાધના, રોગ દૂર થવાની માન્યતા

Panchkuiya Temple Jhansi city:  આપણે ત્યાં બિમારીઓ દૂર કરવા માટે લોકો બાધા રાખતા હોય છે, માનતા માનતા હોય છે, પણ આપણા દેશમાં એવા પણ મંદિર છે જ્યાં લોકો બિમારીઓ દૂર કરવા માટે અલગ અલગ દેવી દેવતાની અલગ અલગ પૂજા કરે છે. તેમાંનું એક મંદિર છે ઝાંસી શહેરનું પંચકુઈયા મંદિર. 16મી સદીમાં ઓરછાના રાજા વીરસિંહ જૂદેવ દ્વારા બનાવવામાં આવેલું આ મંદિર આસ્થાનું તો કેન્દ્ર છે જ પણ સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ આસ્થાનું મોટું કેન્દ્ર ગણાય છે. ઝાંસીના કિલ્લાની નજીક આવેલા આ ભવ્ય મંદિરમાં લોકોની મોટાપાયે ભીડ જામતી હોય છે. 

આ પણ વાંચો: 16થી 20 જૂન સુધી પંચક: પાંચ દિવસ ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ, જાણો શું છે રહસ્ય

આ મંદિરની તમામ મૂર્તિઓ દક્ષિણાભીમુખ છે

આ મંદિરની અંદર પાંચ નાના કુવા છે અને તેથી જ તેને પંચકુઈયા મંદિર કહેવાય છે. આ મંદિરની એક ખાસિયત એવી છે કે, આ મંદિરની તમામ મૂર્તિઓ દક્ષિણાભીમુખ છે. સ્થાનિકો કહે છે કે. આ મંદિરના કુવાઓનું નિર્માણ વર્ણ વ્યવસ્થાના આધારે કરવામાં આવ્યું હતું. અહીંયા અછબડા માટે શિતળા માતાના તથા સંકટા માતાના દર્શન અને પૂજા કરવામાં આવે છે. તે ઉપરાંત ઓરી માટે બોદરી માતા ઉપર સફેદ કાગળ ઉપર પાલક મુકીને પૂજા કરવામાં આવે છે. ઓરી માટે ખો ખો માતાની પણ પૂજા થાય છે. તે ઉપરાંત અછબડાના ડાઘા જતા રહે તે માટે ખિલૌની ખિલૌના માતાની પૂજા કરાય છે. તે સીવાય મોતીઝરા માટે પણ પાલકની ભાજી માતાજીને ધરાવવાની પરંપરા છે. 

આ પણ વાંચો: મુસીબતમાં હોવ તોય ન વેચતા 3 વસ્તુઓ, નહીંતર આર્થિક તંગીમાં ફસાઈ જશો!

ચંદેલ રાજાઓ દ્વારા 400 વર્ષ પહેલાં બનાવવામાં આવેલું છે આ મંદિર 

આ ઉપરાંત આ મંદિરમાં વચ્ચોવચ ભૈસાસુર કુંડ આવેલો છે. અહીંયા ગંભીર તાવ આવતા દર્દીઓની સારવાર માટે અલગ પૂજા કરાય છે. અહીંયા સેફદ કાગળ ઉપર દહીં અને ચોખા ધરાવવામાં આવે છે. ત્યારબાદ એક અઠવડિયા સુધી આ કુંડનું પાણી તાવના દર્દી ઉપર ચડાવવામાં આવે છે, જેનાથી તેનો તાવ દૂર થાય છે. આ મંદિર વિશે એવું પણ કહેવાય છે કે, ચંદેલ રાજાઓ દ્વારા 400 વર્ષ પહેલાં બનાવવામાં આવેલું આ મંદિર પ્રાચીન કૂવાઓની આસપાસ છે. મંદિરની આસપાસ પણ જમીનમાં નીચે કુવા હવાનું મનાય છે. તે ઉપરાંત સોળમી સદીમાં, ઓરછાના મહારાજા વીર સિંહ જૂદેવ દ્વારા ઝાંસીના કિલ્લાના નિર્માણ દરમિયાન આ મંદિરને વિશાળ બનાવવામાં આવ્યું હતું. રાણી લક્ષ્મીબાઈ પણ અહીં પૂજા કરવા આવતાં હતાં. આજે પણ આ મંદિરમાં લોકોની અપાર શ્રદ્ધા છે.