Get The App

19 વર્ષ બાદ દુર્લભ સંયોગ: હનુમાન ભક્તો માટે કેમ ખાસ છે આ વર્ષ? જાણો સંપૂર્ણ વિગત

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
19 વર્ષ બાદ દુર્લભ સંયોગ: હનુમાન ભક્તો માટે કેમ ખાસ છે આ વર્ષ? જાણો સંપૂર્ણ વિગત 1 - image


'Mahan Mangal' In Jeth Mont 2026: આ વર્ષે જેઠ મહિનો 2 મેથી શરૂ થાય છે અને 29 જૂન સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન 'અધિકમાસ' આવવાને કારણે આ મહિનો 59 દિવસ સુધી ચાલશે. જેમાં ભક્તોને આ સમય દરમિયાન ભગવાન હનુમાનની પૂજા માટે કુલ આઠ મંગળવાર મનાવવાની તક મળશે. આ દુર્લભ સંયોગ 19 વર્ષ બાદ થવાનો છે, જે છેલ્લે 2007માં થયો હતો. આ સમયગાળો હનુમાનજીના ભક્તો માટે કેમ છે, ચાલો જાણીએ.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, જેઠ મહિનામાં આવતા મંગળવારનું સનાતન ધર્મમાં વિશેષ મહત્ત્વ છે. એવું કહેવાય છે કે, જે કોઈ ભક્ત આ સમયગાળા દરમિયાન ભગવાન હનુમાનને સાચા હૃદયથી યાદ કરે છે તેના જીવનના બધા દુ:ખ અને કષ્ટ દૂર થઈ જાય છે. ચાલો જાણીએ કે, આ 'મહાન મંગળવાર' ક્યારે આવશે અને આ શુભ સમય દરમિયાન કયા ધાર્મિક વિધિઓ પાળવી જોઈએ.

વર્ષ 2026માં આવતા 'મહાન મંગળવાર'

પ્રથમ - 5 મે 2026

બીજો- 12 મે 2026

ત્રીજો  - 19 મે 2026

ચોથો - 26 મે 2026

પાંચમો - 2 જૂન 2026

છઠ્ઠો - 9 જૂન 2026

સાતમો - 16 જૂન 2026

આઠમો - 23 જૂન 2026

આ શુભ દિવસે શું કરવું?

▪️ હનુમાનજીની પૂજા કરવી

▪️ સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો

▪️ વ્યક્તિએ ચણા અને શરબતનો પ્રસાદ વહેંચવો જોઈએ

▪️ હનુમાનજીને સિંદૂરી ચોળ અને ચમેલીનું તેલ અર્પણ કરવું

▪️ હનુમાન મંદિરે દર્શન કરવા ખાસ જવુ

આ પણ વાંચો: શ્રી વલ્લભાચાર્ય પ્રાગટ્ય મહોત્સવ: જાણો કાશીથી વૃંદાવન સુધીની મહાપ્રભુજીની દિવ્ય જીવનયાત્રા

'મહાન મંગળવાર'નું મહત્ત્વ

જેઠ મહિનામાં આવતા મંગળવારને 'મહાન મંગળવાર' અથવા 'બુઢવા મંગળ' કેમ કહેવામાં આવે છે તે અંગે બે પૌરાણિક કથાઓ વ્યાપકપણે પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે, આ મહિનામાં ભગવાન હનુમાન પ્રથમ વખત ભગવાન રામને મળ્યા હતા. જેથી આ મહિનો ભગવાન હનુમાનને ખૂબ પ્રિય માનવામાં આવે છે. જ્યારે મહાભારતના યુગ દરમિયાન ભીમના ઘમંડને નમ્ર બનાવવા માટે હનુમાનજીએ આ જ સમયગાળા દરમિયાન વૃદ્ધ વાંદરાનો વેશ ધારણ કર્યો હતો. આ કારણોસર આ પ્રસંગ 'બુઢવા મંગળ' તરીકે પણ ઓળખાય છે.