Get The App

કુંભ રાશિમાં એકસાથે 5 ગ્રહોની એન્ટ્રી, ત્રિગ્રહી યોગ બદલશે આ રાશિના જાતકોનું ભાગ્ય

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
કુંભ રાશિમાં એકસાથે 5 ગ્રહોની એન્ટ્રી, ત્રિગ્રહી યોગ બદલશે આ રાશિના જાતકોનું ભાગ્ય 1 - image


Trigrahi Yog : ફેબ્રુઆરીનો મહિનો જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેશે. આ દરમિયાન કુંભ રાશિમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેને જ્યોતિષમાં ખૂબ જ પાવરફૂલ યોગ માનવામાં આવે છે. વાસ્તવમાં જ્યારે એક જ રાશિમાં ત્રણ પ્રમુખ ગ્રહો એક સાથે આવે છે ત્યારે તેને ત્રિગ્રહી યોગ કહેવાય છે. ફેબ્રુઆરીમાં કુંભ રાશિમાં બુધ, સૂર્ય અને શુક્ર ગ્રહ એક સાથે હાજર રહેશે. જેનાથી આ રાશિમાં ત્રણ ગ્રહોની સંયુક્ત ઊર્જા સક્રિય થઈ જશે. 

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે બુધ ગ્રહ બુદ્ધિ, વ્યાપાર, વાણી અને તર્કનો કારક છે. સૂર્ય આત્મવિશ્વાસ, નેતૃત્વ અને વહીવટી શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે શુક્રને વૈભવ, સુખ-સુવિધા, કલા અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. આ ત્રણેય ગ્રહોની એકસાથે હાજરી ઘણી રાશિના જીવનમાં મોટા ફેરફાર લાવી શકે છે.

4 ફેબ્રુઆરીથી 14 માર્ચ ખૂબ જ ખાસ

તમને જણાવી દઈએ કે, 3 ફેબ્રુઆરીએ બુધ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 4 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી બુધ, સૂર્ય અને શુક્ર કુંભ રાશિમાં એક સાથે રહેશે, જેનાથી ત્રિગ્રહી યોગ સક્રિય થઈ જશે. ત્યારબાદ 13 ફેબ્રુઆરીએ સૂર્યનો કુંભ રાશિમાં પ્રવેશ થતા જ આ યોગ વધુ મજબૂત થઈ જશે, કારણ કે આ રાશિમાં રાહુ પહેલાથી જ આ હાજર છે, જેનાથી ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થશે. 

બીજી તરફ 23 ફેબ્રુઆરી મંગળ ગ્રહનો કુંભ રાશિમાં પ્રવેશ થતા જ આ યોગ પંચગ્રહી મહાયોગમાં પરિવર્તિત થઈ જશે. આમ 23 ફેબ્રુઆરીથી 14 માર્ચ સુધી  કુંભ રાશિમાં પાંચ ગ્રહો એકસાથે રહેશે. આ એક દુર્લભ અને પ્રભાવશાળી સંયોગ માનવામાં આવી રહ્યો છે, જેની અસર ઘણી રાશિના જાતકોના જીવન પર સ્પષ્ટપણે જોવા મળશે.

ગ્રહોના સંયુક્ત પ્રભાવની અસર

બુધ અને રાહુનો મેલ બુદ્ધિ, જ્ઞાન, ટેક્નોલોજી, પ્લાનિંગ અને કામકાજમાં લાભ અપાવી શકે છે. સૂર્ય અને મંગળની એકસાથે થવું વહીવટી, સરકારી અને રાજકીય ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો માટે ખાસ ફાયદાકારક રહેશે. શુક્ર ગ્રહ કલા, સુંદરતા, પ્રેમ અને ભૌતિક સુખોમાં વધારો કરશે. બીજી તરફ રાહુના પ્રભાવથી કેટલાક લોકોને માનસિક ભ્રમ, મૂંઝવણ અને ઉતાર-ચઢાવનો પણ સામનો કરવો પડી શકે છે.

ત્રિગ્રહી યોગથી કઈ રાશિના જાતકોને મળશે લાભ

આ શક્તિશાળી યોગનો લાભ ખાસ કરીને કુંભ, મેષ, મિથુન, સિંહ, તુલા અને ધનુ રાશિના જાતકોને મળશે. આ રાશિના જાતકો માટે આ સમય પ્રગતિ અને અવસરોથી ભરેલો રહેશે. 

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ યોગ આર્થિક રીતે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ઉભરી શકે છે. લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ ધીમે-ધીમે ઓછી થશે. કરિયરમાં પ્રગતિના સંકેતો છે. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. કામકાજમાં સ્થિરતા આવશે. ભવિષ્ય માટેની યોજનાઓ સફળ થતી દેખાશે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે આ સમય નિર્ણાયક પરિવર્તન લઈને આવશે. આત્મવિશ્વાસ વધશે.અટકેલા કાર્યો પૂરા થવા લાગશે. કરિયર અને બિઝનેસમાં નવી તકો મળી શકે છે. બુધ અને સૂર્યની યુતિ તમારી વિચારસરણી અને નિર્ણય લેવાની ક્ષમતાને મજબૂત બનાવશે. બીજી તરફ શુક્ર તમારી આર્થિક સ્થિતિ અને સામાજિક પ્રતિષ્ઠામાં સુધારો કરશે. 

આ પણ વાંચો: બુધની કુંભ રાશિમાં એન્ટ્રી 5 રાશિના જાતકો માટે લકી સાબિત થશે, ફેબ્રુઆરી મહિનો ફળશે

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોને આ યોગથી પદ, પ્રતિષ્ઠા અને નેતૃત્વનો લાભ મળશે. વહીવટી, સરકારી અથવા રાજકીય ક્ષેત્રો સાથે સંકળાયેલા જાતકોને વિશેષ ફાયદો થઈ શકે છે. કાર્યક્ષેત્ર પર તમારી પકડ મજબૂત થશે. તમને નવી જવાબદારીઓ મળી શકે છે. આ સાથે જ માન-સન્માનમાં વધારો થવાના યોગ છે.