Get The App

બુધની કુંભ રાશિમાં એન્ટ્રી 5 રાશિના જાતકો માટે લકી સાબિત થશે, ફેબ્રુઆરી મહિનો ફળશે

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
બુધની કુંભ રાશિમાં એન્ટ્રી 5 રાશિના જાતકો માટે લકી સાબિત થશે, ફેબ્રુઆરી મહિનો ફળશે 1 - image


Mercury Transit In Aquarius: જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ, વાણી, તર્ક, વ્યવસાય અને સંચારનો કારક માનવામાં આવે છે. આ જ કારણ છે કે, બુધને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે. જ્યારે પણ બુધ પોતાની રાશિ બદલે છે ત્યારે છે, ત્યારે તેની સીધી અસર આપણી વિચારવાની ક્ષમતા, નિર્ણય લેવાની શૈલી અને વાતચીત પર પડે છે. 3 ફેબ્રુઆરીના રોજ બુધ મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. કુંભ રાશિને નવા વિચારો, ખુલ્લી વિચારસરણી અને આગળ વધવાની માનસિકતાની રાશિ માનવામાં આવે છે. 

બુધનું કુંભ રાશિમાં ગોચર અનેક રાશિના જાતકો માટે નવી શરૂઆત, અટકેલા કામોની પ્રગતિ અને માનસિક સ્પષ્ટતા લઈને આવશે. લાંબા સમયથી અટકેલી યોજનાઓ ગતિ પકડશે, અને વિચારોમાં નવી તાજગીનો અનુભવ થશે. ખાસ કરીને કેટલીક રાશિઓ માટે આ ગોચર સરપ્રાઈઝ અને શુભ પરિણામ આપનારું સાબિત થઈ શકે છે. 

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે બુધનું કુંભ રાશિમાં ગોચર ખૂબ જ અનૂકૂળ રહેશે. આ સમય નેટવર્કિંગ, કરિયર ગ્રોથ અને નવા સંપર્કો માટે સારો રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી વિચારસરણીની પ્રશંસા થશે. ટીમ સાથે સારો તલમેલ બનશે. જે કામ લાંબા સમયથી અટકેલા હતા, તે હવે આગળ વધશે. મિત્રોના સહયોગથી કોઈ મોટી તક હાથ લાગી શકે છે. આર્થિક મામલે પણ ધીમે-ધીમે સુધારાના સંકેત છે.

મિથુન રાશિ

બુધ તમારી રાશિનો સ્વામી છે, તેથી આ ગોચર તમારા માટે ખાસ મહત્ત્વ ધરાવે છે. કુંભ રાશિમાં બુધનું ગોચર તમારા વિચારને વિસ્તાર આપશે. તમને નવા વિચારો તરફ પ્રેરિત કરશે. અભ્યાસ, રિસર્ચ, મીડિયા, લેખન અથવા કમ્યુનિકેશન સાથે સંકળાયેલા લોકો માટે આ શાનદાર સમય છે. વિદેશ સબંધિત મામલે સફળતા મળી શકે છે. અટકેલા કાનૂની અથવા શૈક્ષણિક કાર્યમાં પણ પ્રગતિ થશે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે આ ગોચર સંબંધો અને પાર્ટનરશિપમાં પરિવર્તન લાવશે. બિઝનેસ પાર્ટનરશિપમાં નવા પ્રસ્તાવો આવી શકે છે, જૂના મતભેદો ઉકેલાઈ શકે છે. લગ્ન જીવનમાં સંવાદ સારો રહેશે. તમને કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ મળી શકે છે, જે લાંબા ગાળે ફાયદાકારક રહેશે. જો તમે કોઈ ડીલની રાહ જોઈ રહ્યા છો, તો હવે તે થઈ શકે છે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે બુધનું આ ગોચર સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસમાં વધારનારું રહેશે. કલા, મીડિયા, ડિઝાઈન, મનોરંજન અથવા શિક્ષણ સાથે સંકળાયેલા લોકોને વિશેષ લાભ મળી શકે છે. પ્રેમ સંબંધોમાં સ્પષ્ટતા આવશે. લાગણીઓ વ્યક્ત કરવી સરળ બનશે. સંતાનો સાથે સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. રોકાણ સબંધિત નિર્ણયો સમજી-વિચારીને લેવા, પરંતુ સંકેતો સકારાત્મક છે.

આ પણ વાંચો: જેસલમેર ફરવા જતાં હોવ તો ખિસ્સુ ખાલી કરવું પડશે, તંત્ર વસૂલશે 'પેસેન્જર ટેક્સ'

કુંભ રાશિ

કુંભ રાશિમાં બુધનું ગોચર તમારા માટે સૌથી વધુ પ્રભાવશાળી રહેશે. તમને તમારા વિચાર, વાણી અને નિર્ણય લેવાની ક્ષમતામાં જબરદસ્ત સુધારો જોવા મળશે. જે લોકો લાંબા સમયથી અટવાયેલા હતા તેમને હવે યોગ્ય દિશા મળશે. કરિયરમાં નવી શરૂઆત, ઈન્ટરવ્યુ અથવા પ્રમોશનના યોગ બની શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે.