ભાગ્ય સાથ નથી આપતું? તો આ 4 સારા કામ કરશો તો દુઃખ થશે દૂર, ગરૂડ પુરાણમાં પણ ઉલ્લેખ
Garuda Purana: ગરુડ પુરાણમાં વિષ્ણુ ભગવાન અને તેમના વાહન ગરુડ વચ્ચે સંવાદ છે. આમાં બ્રહ્માંડ, આત્માની પ્રકૃતિ અને ધર્મના વિચારનો ઉલ્લેખ છે. માન્યતા અનુસાર, જે વ્યક્તિ ગરુડ પુરાણમાં લખાયેલ ઉપદેશોનું પાલન કરે છે, તે જીવનમાં હંમેશા ખુશ રહે છે. દુ:ખ-દર્દ હંમેશા દૂર રહે છે. ગરુડ પુરાણમાં ચાર એવી વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને રોજ અનુસરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે અને વ્યક્તિ હંમેશા ભાગ્યશાળી રહે છે.
આ પણ વાંચ: 500 વર્ષ બાદ એકસાથે બનશે 3 શુભ રાજયોગ, દિવાળી પછી 3 રાશિના અચ્છે દિન શરૂ
વહેલા ઉઠી ભગવાની પ્રાર્થના કરો
સવારે વહેલા ઉઠતા સમયે પહેલા જ ભગવાનના દર્શન કરવા જોઈએ. જે વ્યક્તિ રોજ પૂજા-પાઠ કરે છે, તેની પર પ્રભુની કૃપા હંમેશા બની રહે છે.
ભોજન કરતાં પહેલા ભગવાનને ભોગ ચઢાવો
ભોજન કરવા પહેલા ભોજનનો અમુક ભાગ ભગવાનને ધરાવવો જરૂરી છે. તે સિવાય કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને પણ ભોજન આપવું જોઈએ.
આ પણ વાંચો : 7 સપ્ટેમ્બરે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ, 4 રાશિના જાતકોને ભાગ્યનો મળશે સાથ
ક્ષમતા અનુસાર દાન પૂણ્ય કરો
જે વ્યક્તિ પોતાની ક્ષમતા અનુસાર નિયમિત રૂપે દાન-પુણ્ય કરે છે, તેના જીવનમાં આવનારી સમસ્યા પોતાની મેળે દૂર થઈ જાય છે.
વિચાર-મંથન કરવું જરૂરી
વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછી એક વાર વિચાર-મંથન જરૂર કરવું જોઈએ. તેણે શું સારું કર્યું અને શું ખરાબ કર્યું, આ વિષયે વિચારવું જોઈએ. આત્મનિરીક્ષણ દ્વારા વ્યક્તિ પોતાના વ્યવહારને ખૂબ સારું બનાવે છે પણ તેની સાથે તેના જીવનમાં પણ અનેક પ્રસિદ્ધિ મેળવે છે.