Get The App

2026ના પહેલા જ દિવસથી આ 3 રાશિના જાતકોને ચારેય તરફથી વધશે પૈસાની આવક, કરિયરમાં પણ સારા યોગ

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
2026ના પહેલા જ દિવસથી આ 3 રાશિના જાતકોને ચારેય તરફથી વધશે પૈસાની આવક, કરિયરમાં પણ સારા યોગ 1 - image

2026 Shubh Yog : વર્ષ 2026ની શરૂઆત અડધા ડઝનથી વધુ શુભ યોગોમાં થઈ રહી છે, આ સાથે જ 1 જાન્યુઆરી 2026ના રોજ ઘણા રાજયોગો પણ બની રહ્યા છે. અત્યંત શુભ યોગોમાં શરૂ થઈ રહેલું નવું વર્ષ ત્રણ રાશિના જાતકોનું જીવન ધન-સંપત્તિ અને ખુશીઓથી ભરી દેશે.

1 જાન્યુઆરીના રોજ પ્રદોષ વ્રત રાખવામાં આવશે. આ સાથે જ રોહિણી નક્ષત્ર, રવિ સોગ અને નંદી પર શિવવાસનો યોગ બનશે. બીજી તરફ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે 2026ના પ્રથમ દિવસે મંગલાદિત્ય યોગ, શુક્રાદિત્ય યોગ અને બુધાદિત્ય યોગ પણ બની રહ્યા છે. મકર રાશિમાં સૂર્ય, બુધ, શુક્ર અને મંગળની યુતિ આ રાજયોગનું નિર્માણ કરશે.

કમાલની વાત એ પણ છે કે, આ 3 રાજયોગ શનિની રાશિમાં બની રહ્યા છે અને વર્ષ 2026 સૂર્યનું વર્ષ છે. શનિ અને સૂર્ય શત્રુ ગ્રહો છે. પરંતુ શનિની રાશિમાં બની રહેલા ત્રણ રાજયોગ અને ચાર ગ્રહોના મિલનથી બનતો ચતુર્ગ્રહી યોગ ઘણા લોકોના જીવનમાં ધન-સમૃદ્ધિ, ખુશી અને સફળતા લાવશે. તો ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે નવા વર્ષની શરૂઆતમાં બની રહેલા આટલા બધા રાજયોગ જીવનમાં ગોલ્ડન દિવસોની શરૂઆત કરશે. તમારી આવકમાં વધારો થશે. તમે વિદેશ પ્રવાસે જઈ શકો છો. તમારું કરિયર શાનદાર રહેશે. આ સમય મોટા નિર્ણયો લેવા અને રોકાણ કરવા માટે સારો છે. તમારી કોઈ મોટી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે પણ રાજયોગોમાં વર્ષ 2026ની શરૂઆત ખૂબ જ ફળદાયી રહેશે. તમને અચાનક ક્યાંકથી ધન લાભ થઈ શકે છે. પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે. તમારી પર્સનાલિટીનો પ્રભાવ વધશે. લોકો તમારું સન્માન કરશે. નોકરી કરતા જાતકો માટે અને વ્યાવસાયિકો બંને માટે આ સમય લાભદાયી રહેશે. રોકાણ માટે આ શુભ સમય છે. વૈવાહિક લોકોના જીવનમાં પ્રેમ વધશે.

આ પણ વાંચો: નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને રાહત, કોર્ટે પૂછ્યું- 'CBIએ ગુનો જ નથી નોંધ્યો તો શેની તપાસ?

ધન રાશિ

ધન રાશિના જાતકોને આ રાજયોગ  ખૂબ લાભ આપી શકે છે. નોકરી અને વેપારમાં પ્રગતિ મળશે. અટકેલા પૈસા પાછા મળી શકે છે. કારકિર્દીની નવી તકો મળી શકે છે. ઘર-કાર ખરીદી શકો છે. મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર કામ કરતા લોકોએ તેમના કામમાં ઝડપથી વધારો કરવો જોઈએ. બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. લગ્ન જીવનમાં પ્રેમ અને ખુશી વધશે.

Tags :