અરવલ્લીમાં સાર્વત્રિક મેઘ મહેર મોડાસામાં પોણો ઇંચ વરસાદ
- વરસાદ પડતાં ગરમી અને બફારાથી રાહત
- મોડાસામાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા: મોડાસા-15,ધનસુરા-15, માલપુર-10,બાયડ-8મીમી વરસાદ
મોડાસા,તા.7 જુલાઈ, 2020,
મંગળવાર
અરવલ્લી જિલ્લામાં છેલ્લા
બે દિવસ થી વરસાદી માહોલ છવાયો છે.મંગળવારના રોજ જિલ્લાના મોડાસા,ધનસુરા,માલપુર,મેઘરજ અને બાયડ પંથકમાં વરસાદ વરસ્યો હતો.જયારે મોડાસા શહેરમાં એક કલાકમાં
પોણો ઈંચ વરસાદ ખાબક્તા શહેરના ચાર રસ્તા અને બસ સ્ટેશન વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
વરસાદ ખાબક્તા લોકોએ ગરમી અને બફારાથી રાહત મેળવી
હતી. મોડાસામાં ૧૫, ધનસુરા-૧૫,માલપુર-૧૦,બાયડ ૮ અને મેઘરજમાં ૦૫ મીમી વરસાદ સવારે ૬
થી ૪ વાગ્યા સુધી નો નોંધાયો હતો. જિલ્લાના વાતાવરણમાં પલટો આવતાં વીજળીના કડાકા સાથે
જિલ્લાના મોડાસા સહિત અન્ય તાલુકાઓમાં વરસાદ શરૂ થયો હતો.અસહ્ય ઉકળાટ અને બફારા ને
લઈ લોકો અકળાઈ ઉઠયા હતા.ત્યારે એકાએક વરસાદ ખાબક્તા વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોએ
રાહત મેળવી હતી.મોડાસા શહેરમાં બપોર ના સુમારે ધોધમાર વરસાદ શરૃ થયો હતો. એક કલાકમાં
પોણો ઈંચ જેટલો વરસાદ ખાબક્તા શહેરની નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાયા હતા.જયારે બસ
સ્ટેશન અને ચાર રસ્તા ઉપર તો કાયમી વરસાદ પડતાં રોડ ઉપર પાણી ભરાય છે.જેથી આ રોડ ઉપરથી
પસાર થતાં વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી. જયારે ધનસુરા, બાયડ, માલપુર અને મેઘરજમાં પણ સારો વરસાદ વરસ્યો હતો.
આમ જિલ્લામં સર્વત્ર વરસાદ થતાં ધરતી પુત્રોમાં આનંદની લાગણી છવાઈ હતી.સતત જિલ્લામાં
૧૦ દિવસ થી દરેક તાલુકા મથકે મૂશળધાર વરસાદ ખાબકે છે.આમ આ સીઝનમાં સૌથી વધુ વરસાદ મોડાસા ખાતે ૧૯૪ મીમી નોંધાયો છે.જયારે મેઘરજમાં
સૌથી ઓછો વરસાદ ૭૩ મીમી નોંધાયો છે.આમ મોડાસા પંથકમાં સીઝનનો કુલ ૧૦ ઈંચ વરસાદ વરસતાં
ખેડૂતોમાં આંનદ છવાયો હતો.