અરવલ્લી જિલ્લામાં કોરોના વધુ બે દર્દીને ભરખી ગયો
- જિલ્લામાં અત્યાર સુધીમાં 33 દર્દીના મોત
- મોડાસાની મહિલા અને મેઘરજના વૃધ્ધનું કોરોનાથી મોત : મોડાસામાં કોરોનાનો વધુ એક કેસ
મોડાસા,તા.21 જુલાઈ, 2020,
મંગળવાર
અરવલ્લી જિલ્લામાં
કોરોના વાયરસે વધુ બે લોકોનો ભોગ લીધો હતો.મોડાસા શહેરની મહિલા ૧૫ દિવસ થી
હિંમતનગર ખાતે કોવિડ-૧૯ હોસ્પિટલ માં સારવાર હેઠળ હતા.જેઓનું ગત રાતે મોત નીપજયું
હતું.જયારે મેઘરજના વૃધ્ધ છેલ્લા ૨૦ દિવસ થી અમદાવાદ ની ખાનગી હોસ્પિટલમાં સારવાર
હેઠળ હતા. જેઓનું પણ સોમવારની સાંજે મોત થતાં લોકોમાં ફફડાટની લાગણી ફેલાઈ છે.આમ
જિલ્લામાં વધુ બે મોત સાથે કુલ મૃત્યુઆંક ૩૩ એ પહોંચ્યો હતો.જયારે મંગળવારના રોજ
જિલ્લામાં વધુ એક કેસ કોરોનાનો નોંધાયો હતો.આમ જિલ્લામાં કોરોના કેસોનો આંક ૨૯૫ એ
પહોંચ્યો હતો.
અરવલ્લી જિલ્લામાં
કોરોના વાયરસે દિવસને દિવસે કેસ વધી રહ્યા
છે. જયારે મોડાસા નગરમાં કોરોનાનું સંક્રમણ વકરતું જાય છે.રોજેરોજ કોરોનાના
કેસો નોંધાઈ રહયા છે.જે ચિંતાનો વિષય બન્યો છે.જિલ્લામાં આઠ દિવસ પછી કોરોના વધુ
બે વ્યક્તિઓને ભરખી ગયો હતો.જેમાં મોડાસાના ભાગોળ વિસ્તાર નજીકના મદીના મસ્જીદ
પાસે રહેતી મહિલાની ૧૫ દિવસથી હિંમતનગર ની કોવિડ-૧૯ હોસ્પિટલ માં સારવાર ચાલી રહી
હતી.ગઈ કાલે સોમવારે રાત્રે મહિલાની તબિયત
વધુ લથડતાં કોરોના વાયરસના કારણે મોત નિપજયું હતું.જયારે મેઘરજના વૃધ્ધ છેલ્લા ૨૦
દિવસથી અમદાવાદ ની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.તેઓનું પણ ગઈ કાલે સોમવારે
સાંજે મોત થયું હતું.આમ જિલ્લામાં કોરોનાથી વધુ બે મોત થયા હતા.જયારે મંગળવારના
રોજ જિલ્લામાં વધુ એક કેસ પોઝીટીવ નોંધાયો હતો.જેમાં બાયડમાં આવેલ વલ્લભનગર
સોસાયટીનો ૭૭ વર્ષિય પુરૂષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
જેથી તેઓને સારવાર અર્થે
કોવિડ-૧૯ હોસ્પિટલમાં ખસેડાયા હતા.આમ જિલ્લામાં કુલ કેસનો આંક ૨૯૫ એ પહોંચ્યો
છે.જયારે જિલ્લામાં કુલ મૃત્યુઆંક ૩૩ પહોંચતા જિલ્લાવાસીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.