અરવલ્લીમાં કોરોના વધુ બે વ્યક્તિઓને ભરખી ગયો : જિલ્લામાં કુલ 28 દર્દીના મોત
- જિલ્લામાં વધુ 4 કેસ સાથે કુલ 266 દર્દીઓ નોંધાયા
- મોડાસા શહેરમાં રહેતા 67 વર્ષિય મહિલા અને મડાસણાકંપાના ૫૨ વર્ષિય પુરૂષનું કોરોનાથી મોત
મોડાસા,તા.11 જુલાઈ, 2020,
શનિવાર
અરવલ્લી જિલ્લામાં બે
દિવસ બાદ ફરી કોરોના વાયરસના કારણે આજે શનિવારના રોજ વધુ બે લોકોને કોરોના ભરખી
જતાં ફફડાટ વ્યાપ્યો છે. મોડાસા શહેરમાં રહેતા ૬૭ વર્ષિય મહિલા અને મોડાસાના
મડાસણાકંપાના ૫૨ વર્ષિય પુરૂષનું કોરોના થી મોત નીપજયું હતું. અત્યાર સુધી
જિલ્લામાં કોરોના વાયરસથી સરકારી આંકડા પ્રમાણે ૨૮ લોકોના મોત થયા છે. જયારે
શનિવારના રોજ જિલ્લામાં વધુ ૪ કેસ કોરોના પોઝીટીવ નોંધાયા હતા.જેમાં મોડાસાના-૩
અને શામળાજી નો-૧ ઈસમ કોરોનાગ્રસ્ત બનતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.આમ
કોરોનાના પોઝીટીવ કેસનો આંક ૨૬૬ એ પહોંચ્યો હતો.
અરવલ્લી જિલ્લામાં કોરોનાના કેસો ઝડપથી વધી
રહયા છે.જે ચિંતાનો વિષય બની રહયો છે.હાલ ચોમાસુ શરૂ થઈ ગયું છે.જેથી આ ઋતુમાં
ડેન્ગ્યુનો ખતરો પણ રહે છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં કોરોના ના કુલ કેસનો આંક ૨૬૬
ને પાર થઈ ગયો છે.જેમાં અડધોઅડધ કેસ માત્ર છેલ્લા ૪૧ દિવસમાં જ નોંધાયા છે.અરવલ્લી
માં કોરોનાનો સૌપ્રથમ કેસ ૧૬ એપ્રિલના રોજ નોંધાયો હતો.આમ અરવલ્લી જિલ્લો કોરોના
વાયરસના ભરડામાં સંપડાઈ જતાં જિલ્લાવાસીઓમાં ફફડાટ અને ડર પેદા થયો છે.લોકલ
સંક્રમણ નું જોર વધતાં લોકો રોજબરોજ કોરોનામાં સંપડાય છે.જે ચિંતાનો વિષય બની ગયો
છે.
ત્યારે શનિવારના રોજ
જિલ્લામાં કોરોના વાયરસથી વધુ બે લોકોના મોત નિપજયા હતા.જેમાં મોડાસા શહેરના
ઘોરીઓના ચોક,કસ્બા વિસ્તારમાં
રહેતા ૬૭ વર્ષિય કુલસુમબેન હાજીગુલામહુસેન મલેક નું સારવાર દરમ્યાન મોત થયેલ
છે.જયારે મોડાસા તાલુકાના મડાસણાકંપા ના ૫૨ વર્ષિય ભાઈલાલભાઈ પટેલ નું કોવિડ-૧૯
હોસ્પિટલ મોડાસા ખાતે ગઈ રાત્રે મોત થયું હતું.આમ જિલ્લામાં વધુ બે મોત થતાં
સરકારી આંકડા પ્રમાણે કુલ મૃત્યુઆંક ૨૮ એ પહોંચ્યો છે.જયારે શનિવાર ના રોજ
જિલ્લામાં વધુ ૪ કોરોનાગ્રસ્ત દર્દીઓ નોંધાયા હતા.જમાં મોડાસા શહેરની કલ્પતરૂ
સોસાયટીના ૨૪ વર્ષિય યુવાન, સીમનાની સોસાયટીના ૬૫ વર્ષીય પુરૂષ, નૂરે મહંમદી સોસાયટીના ૫૪ વર્ષિય મહિલા અને શામળાજી હોસ્પિટલના
કર્મચારીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
હતા.અને આ વિસ્તાર કન્ટેઈમેન્ટ ઝોન તરીકે જાહેર કરી લોકોની અવર જવર પર પ્રતિબંધ
ફરમાવવામાં આવ્યો હતો.અત્યાર સુધી જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસનો આંક સરકારી
આંકડા પ્રમાણે ૨૬૬ એ પહોંચ્યો હતો.
અરવલ્લી જિલ્લામાં
સૌપ્રથમ કોરોના પોઝીટીવ કેસ ૧૬ એપ્રિલે નોંધાયો
અરવલ્લી જિલ્લામાં પણ કોરોના વાયરસનો પ્રથમ કેસ
૧૬ એપ્રિલ ના રોજ ભિલોડા તાલુકાના કુશાલપુર ગામની ૭૦ વર્ષિય મહિલાનો નોંધાયો હતો.આ
મહિલા નું ગણતરીના જ કલાકોમાં ૧૭ એપ્રિલના રોજ મોત થયું હતું.આમ જિલ્લામાં સૌપ્રથમ
નોંધાયેલ કોરોના ના દર્દીનું મોત નિપજયું હતું.
માલપુરના બજારો ૧૩ થી ૨૭
જુલાઈ સુધી ૨ વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે
અરવલ્લી જિલ્લામાં
કોરોનાનું સંક્રમણ વધતા માલપુર વેપારી મંડળે બેઠક યોજી તમામ વેપારીજનો એ સામુહિક
રીતે તા.૧૩ થી ૨૭ જુલાઈ દરમ્યાન માલપુર ના બજારો સવારે ૮ થી બપોરના ૨ વાગ્યા સુધી
જ ચાલુ રાખવા સ્વયંભૂ નિર્ણય કરાયો છે.આ નિર્ણયને માલપુરના સૌ વેપારીમિત્રોએ
આવકારી ટેકો આપેલ છે.
મોડાસા શહેર માં
કોરોનાનો પ્રથમ કેસ ૨૦ એપ્રિલે નોંધાયો
કોરોનાને લઈ મોડાસા હાલ
વધુ સંક્રમીત થયા છે. જયારે મોડાસા નગરમાં
કોરોનાનો પ્રથમ કેસ ૨૦ એપ્રિલે નોંધાયો હતો.જે શેલ્ટર હાઉસના ઈસમને કોરોના પોઝીટીવ
આવ્યો હતો. માત્ર ૨૪ કલાકમાં બીજા ૧૫ કેસો નોંધાતા તંત્ર હરક્તમાં આવ્યું હતું.