મોડાસા,તા.5 જુલાઈ, 2020,
રવિવાર
માલપુર તાલુકાના
મોરડુંગરી પાસે આજે રવિવારના રોજ ૧૦ વાગ્યાના સુમારે માલપુર-મોડાસા હાઈવે રોડ ઉપર
એકટીવા ચાલકે સ્ટીયરીંગ ઉપર નો કાબુ ગુમાવતા રોડ વચ્ચેના ડીવાઈડર સાથે ધડાકાભેર
ટકરાયો હતો.જેથી એકટીવા ઉપર સવાર બે યુવાનો રોડ ઉપર પટકાયા હતા.જેમાં ૧૬ વર્ષના
યુવાનનું ગંભીર ઈજાઓને લઈ મોત નીપજયું હતું.
માલપુરના માલજીના
પહાડીયા ગામનો બાળ કિશોર ક્રિસકુમાર હસમુખભાઈ (ઉ.વ.૧૬) એકટીવા લઈ ની કળ્યો
હતો.માલપુર-મોડાસા હાઈવે રોડ ઉપર મોરડુંગરી પાસે થી પસાર થતો હતો.ત્યારે એકટીવા
હંકારતા સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતાં રોડ વચ્ચેના ડીવાઈડર સાથે એકટીવા
ભટકાવી પોતે તથા પાછળ બેસેલ ઈસમ રોડ ઉપર ફેકાઈ ગયા હતા.જેથી શરીરે ગંભીર ઈજાઓ
પહોંચી હતી.ક્રિસકુમાર ને વધુ ગંભીર ઈજાઓ થતાં સ્થળ ઉપર જ મોત નીપજયું હતું.જયારે
પાછળ બેસેલ ઈસમને બંને હાથે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો.
આમ આજે ગુરૃ પૂર્ણિમા ના
દિવસે માલજીના પહાડીયા ગામના ૧૬ વર્ષના યુવાનનું અકસ્માતમાં મોત થતાં પરિવારજનોમાં
આક્રંદ છવાયો હતો.અને ગામમાં ઘેરા શોકની લાગણી છવાઈ હતી.આ અંગે ફ રીયાદ
ધુ્રમિલકુમાર પરેશભાઈ પટેલે માલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે
ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


