માલપુર તાલુકામાં કલાકમાં એક ઇંચ વરસાદ : ઠેરઠેર પાણી ભરાયા
- અરવલ્લીમાં અચાનાક વાતાવરણમાં પલ્ટો આવ્યો
- મોરડુંગરી, ભેમપુર, તખતપુર, સોમપુર, મહિયાપુર, મેડીટીંબા અને સોનિકપુરમાં વરસાદ ખાબક્યા
મોડાસા,તા.3 જુલાઈ, 2020,
શુક્રવાર
અરવલ્લી જિલ્લાના
વાતાવરણમાં શુક્રવારના રોજ એકાએક પલટો આવ્યો હતો.અસહ્ય ઉકળાટ બાદ માલપુર પંથકમાં
ધોધમાર વરસાદ ખાબક્યો હતો.૧ કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ વરસતાં માલપુરના બજારોમાં
પાણી ભરાયા હતા.માલપુરના મોરડુંગરી, ભેમપુર, તખતપુર, સોમપુર સહિતના
ગામોમાં મૂશળધાર વરસાદ ખાબક્તા ખેતીપાકને જીવતદાન મળ્યું હતું.
લાંબા વિરામ બાદ માલપુર
પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો.અને અચાનક વાદળો ગોરંભાતા માલપુર પંથકમાં
ધોધમાર વરસાદ શરૂ થયો હતો.વરસાદની ગતિ એટલી ઝડપી હતી કે થોડીવારમાં તો માલપુરના
બજારોમાં પાણી ભરાઈ ગયા હતા.જયારે નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં વાહન
ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી.આમ માલપુર પંથકમાં શુક્રવારે ધોધમાર વરસાદ થતાં
રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. માલપુર ચાર
રસ્તા ખાતે વરસાદી પાણી ભરાતા શાકભાજીની લારીઓ તરતી જોવા મળી હતી. આ પંથકના
મોરડુંગરી, ભેમપુર, તખતપુર, સોમપુર, મહિયાપુર,
મેડીટીમ્બા અને સોનિકપુરમાં પણ મૂશળધાર વરસાદ વરસ્યો હતો.માલપુર
પંથકમાં એક કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્તા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
સારો વરસાદ થતાં ખેતી પાકોને
જીવતદાન મળ્યું
લાંબા સમય બાદ માલપુર
પંથકમાં શુક્રવારના રોજ વાતાવરણમાં પલટો આવતાં ધોધમાર વરસાદ થયો હતો.જેથી આ પંથકના
ગામોમાં ખેતીપાક ને જીવતદાન મળ્યું હતું.મકાઈ,મગફળી જેવા પાકોને સારો વરસાદ થતાં મોટો ફાયદો થશે.આમ માલપુર પંથકમાં
ધોધમાર વરસાદ ખાબક્તા ખેડૂત આલમમાં ખુશી ની લહેર વ્યાપી હતી.
માલપુરના બજારોમાં
વરસાદી પાણી ભરાયા
માલપુરમાં એકાએક ધોધમાર
વરસાદ ખાબક્યો હતો.અને એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ થતાં માલપુરના મુખ્ય બજાર,ચાર રસ્તા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં
પાણી ભરાયા હતા.જેથી વાહન ચાલકો અને રાહદારીઓને તકલીફ પડી હતી.