Get The App

અરવલ્લી જિલ્લામાં કોરોનાથી વધુ એક દર્દીનું મોતઃ નવા ચાર કેસ

- જિલ્લામાં અત્યાર સુધીમાં 36 દર્દીના મોત

- સાયરા ગામના વૃધ્ધનું સારવાર દરમ્યાન મોત નિપજયું : મોડાસામાં-2 અને માલપુરમાં એક કેસ નોંધાયો

Updated: Jul 24th, 2020

GS TEAM

Google News
Google News
અરવલ્લી જિલ્લામાં કોરોનાથી વધુ એક દર્દીનું મોતઃ નવા ચાર કેસ 1 - image

મોડાસા,તા.23 જુલાઈ, 2020, ગુરૂવાર

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના મોતનો સિલસિલો યથાવત રહયો છે.ત્યારે ગુરૃવારના રોજ જિલ્લામાં વધુ એક દર્દીનું શંકાસ્પદ કોરોનાથી મોત નિપજયું હતું.મોડાસાના સાયરા ગામના વૃધ્ધનું મોડાસા કોવિડ હોસ્પીટલ ખાતે સારવાર દરમ્યાન શંકાસ્પદ કોરોનાથી મોત થયું છે. આમ જિલ્લામાં વધુ એક દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક ૩૫ એ પહોંચ્યો છે.જયારે જિલ્લામાં ગુરૃવારે મોડાસામાં-૨,માલપુર-૧ અને બાયડ -૧ મળી વધુ ૪ કેસ કોરોનાના નોંંધાયા હતા.આમ કોરોના પોઝીટીવ કેસનો આંક ૩૦૦ ને પાર થઈ ગયો છે.

મોડાસા શહેર સહિત અરવલ્લી જિલ્લામાં રોજેરોજ કોરોના પોઝીટીવ દર્દીઓમાં વધારો થઈ રહયો છે.જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસનો આંક હવે ૩૦૦ ને પાર થઈ ગયો છે.કોરોનાને લીધે છેલ્લા ત્રણ દિવસમાં ૫ દર્દીઓને કોરોના ભરખી જતાં આરોગ્ય તંત્રની ઉઘં ઉડી ગઈ છે.જિલ્લામાં આફટર લોકડાઉનમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ અને કોવિડ-૧૯ ની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાને કારણે કોરોનાનો વિસ્ફોટ થઈ રહયો છે.ત્યારે ગુરૂવારે જિલ્લામાં વધુ એક દર્દીનું શંકાપસ્દ કોરોનાથી મોત થયું છે.જેમાં સાયરા ગામના વૃધ્ધને શંકાસ્પદ કોરોના જણાતાં તેઓને કોવિડ હોસ્પિટલ મોડાસા ખાતે સારવાર અર્થે દાખલ કરાયા હતા.  જેઓની તબીયત લથડતા ગુરૂવારે વૃધ્ધાનું શંકાસ્પદ કોરોનાથી મોત નીપજયું હતું. વધુ એક મોત સાથે જિલ્લામાં કોરોનાનો મૃત્યુઆંક ૩૬ એ પહોંચ્યો હતો.

જયારે ગુરૂવારે જિલ્લામાં કોરોના પોઝીટીવ વધુ ૪ કેસ નોંધાયા હતા.જેમાં મોડાસામાં જમાલવાવ માં રહેતા ૫૦ વર્ષિય પુરૂષ અને શિવવીલામાં રહેતા ૪૫ વર્ષિય યુવક તથા માલપુરના અંધારીવાડી ના ૪૭ વર્ષીય પુરૂષ અને બાયડના ૩૮વર્ષિય યુવકના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.આમ જિલ્લામાં કોરોના ના પોઝીટીવ કેસનો આંક ૩૦૦ ને પાર થઈ ગયો હતો.

Tags :