મોડાસાના ડુઘરવાડા ગામે આંતક મચાવનાર કપિરાજ પાંજરે પૂરાયો
- ત્રણ દિવસથી કપિરાજના આંતકથી ગામમાં ભય
- હડકાયા કપિરાજે પાંચ વ્યક્તિ અને દસ પશુઓને બચકા ભરી લીધા
મોડાસા,તા.1 જુલાઈ, 2020,
બુધવાર
મોડાસા તાલુકાના ડુઘરવાડા
ગામે છેલ્લા ત્રણ દિવસથી હડકાયા કપિરાજે આંતક મચાવ્યો હતો.૩ દિવસમાં વાનરે પાંચ વ્યક્તિઓ
અને ૧૦ પશુઓને બચકા ભરી લઈ ઈજાઓ પહોંચાડી હતી. જેથી ગામમાં કપિરાજના આંતકથી લોકોમાં
ડરનો માહોલ જોવા મળ્યો હતો.આખરે બુધવારના રોજ વન વિભાગ અને દયા ફાઉન્ડેશનના સફળ ઓપેરશન
બાદ હડકાયા કપિરાજને પાંજરામાં પુરી દેતાં લોકોમાં રાહત જણાઈ હતી.
ડુઘરવાડામાં હડકાયા વાનરે
આંતક મચાવી દીધો હતો.છેલ્લા ત્રણ દિવસમાં વાનરે પાંચ વ્યક્તિઓને બચકા ભરી ઈજાઓ પહોંચાડી
હતી.જયારે ખેડૂતોના ૧૦ જેટલા પશુઓને પણ આ વાનરે બચકા ભરી લીધા હતા. જેના પગલે ગામમાં
ભય ફેલાયો હતો.જેથી હડકાયા વાનરને પાંજરામાં પુરવામાં આવે તેવી માંગ ઉઠી હતી.પાંચ વ્યક્તિઓને
વાનરે બચકા ભરી લેતાં તમામને મોડાસા અર્બન સેન્ટર ખાતે રસી આપવામાં આવી હતી.અને સારવાર
લેવાની ફરજ પડી હતી.
જેથી હડકાયા કપિરાજને પકડવા
માટે બુધવારના રોજ વનવિભાગની ટીમ અને દયા ફાઉન્ડેશન
ટીમ ડુઘરવાડા ગામે પહોંચી હતી.પાંજરૂ ગોઠવી હડકાયા વાનર ને પકડવા માટે ભારે જહેમત કરવી
પડી હતી.વાનર કુદાકુદ કરતા હાજર લોકોમાં ફફડાટ ફેલાયો હતો.આખરે હડકાયા વાનરને વન વિભાગ
અનેદયા ફાઉન્ડેશન ની સંયુક્ત ટીમે પકડી લઈ
પાંજરમાં પૂરી દીધો હતો.આમ ત્રણ દિવસ ના વાનર આંતક બાદ પાંજરે પુરાતા લોકોમાં રાહત
વર્તાઈ હતી.