અરવલ્લીમાં 14 ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા ઘરઆંગણે સેવા મળશે
- કોરોનાનું સંક્રમણ બેકાબુ થતાં નાથવા માટે પ્રયાસો
- ભિલોડા અને મેઘરજના અંતરિયાળ વિસ્તારના લોકોને પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે
મોડાસા,તા.7 જુલાઈ, 2020, મંગળવાર
અરવલ્લી જિલ્લામાં કોરોના
વાયરસનો વ્યાપ વધતા શહેર અને ગ્રામ્ય વિસ્તાર તેના સંક્રમણની અસરમાં આવ્યા છે.
ત્યારે જિલ્લાના અંતરીયાળ વિસ્તારના લોકોને જિલ્લાના મુખ્ય મથક સુધી આરોગ્ય સેવા
લેવા આવવું ન પડે અને ઘર આંગણે જ પ્રાથમિક સારવાર મળી રહે તે માટે જિલ્લામાં ૧૪
આરોગ્ય ધનવંતરી રથ દ્વારા આરોગ્ય સેવાઓ મળશે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારના લોકોને
જરૃરી આરોગ્ય સેવાઓ સ્થળ ઉપર જ ઉપલબ્ધ થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી
આરોગ્ય રથ શરૃ કરવામાં આવ્યો છે.જેમાં બે આયુષ મેડિકલ ઓફીસર અને પેરામેડિકલ
સ્ટાફની ટીમ સાથે જિલ્લામાં ૧૪ આરોગ્ય રથ કાર્યરત કરવામાં આવ્યા છે.
જિલ્લાના મેઘરજ અને
ભિલોડાના આદિજાતિ ના છેવાડાના વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ ઘર આંગણે જ ઉપલબ્ધ
કરાવવામાં આવતાં તેમને જિલ્લાના મુખ્ય મથક સુધી હવે લાંબા થવુ પડશે નહિ. જિલ્લાના મોડાસા માં-૪, ભિલોડામાં-૩,માલપુરમાં-૨,મેઘરજમાં-૨,બાયડમાં- ૨ અને ધનસુરામાં - ૧ મળી કુલ ૧૪
રથ કાર્યરત કરતા જિલ્લાના નાગરિકોની
આરોગ્યની સુખાકારીમાં વધારો થશે.