મોડાસામાં સરકારી કામગીરીમાં દખલ કરવા મુદ્દે ચાર સામે સમન્સ બાદ પોલીસ કાર્યવાહી
- પોલીસને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરાઇ
- હજીરા સર્કલ પાસે મામલતદાર કચેરીનો સ્ટાફ માસ્ક ન પહેરનારને દંડનું કહેતા શખ્સોએ ઉધ્ધતાઈભર્યુ વર્તન કર્યું
મોડાસા,તા.18 જુલાઈ, 2020, શનિવાર
હાલમાં કોરોનાના કહેર
વચ્ચે માસ્ક નહિ પહેરનાર સામે દંડ કરવાની
કામગીરી મોડાસા મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે.ત્યારે ૧૭
જુલાઈના રોજ સ્ટાફના માણસો શહેરના હજીરા સર્કલ પાસે આવેલી હિન્દુસ્તાન એગ્રો
ઈન્ડસ્ટ્રીઝ ખાતે ગયા હતા.તે દરમ્યાન બે ઈસમો માસ્ક પહેરલ ન હતા.જેથી દંડની રજૂઆત
કરતાં શખ્સો ઉશ્કેરાઈ જઈ મામલતદાર કચેરીના સ્ટાફ સાથે ઉધ્ધતાઈભર્યું વર્તન કરાતા મોડાસા મામલતદારે
ચાર શખ્સો સામે સમન્સ કાઢી પોલીસને કાર્યવાહી કરવા રજુઆત કરાઈ હતી. અરવલ્લી
જિલ્લામાં કોરોનાના કેસોનો આંક ૩૦૦ નજીક પહોંચી ગયો છે.જેથી જિલ્લા કલેકટરે તમામ અધિકારીઓને
સૂચન કરી માસ્ક ન પહેરનાર સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.ત્યારે શુક્રવારના
રોજ મોડાસા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર(ઈ-ધરા),નાયબ મામલતદાર(મતદાર યાદી),રેવન્યુ તલાટી
તથા પટાવાળા સરકારી ગાડી લઈ મોડાસા શહેર ખાતે નીકળ્યા હતા.
જે દરમ્યાન મોડાસા સીટીમાં
હજીરા સર્કલ પાસે આવેલ હિન્દુસ્તાન એગ્રો ઈન્ડસ્ટ્રીઝ ખાતે ગયા હતા.તે સમયે ત્યાં
કુલ-૫ વ્યકિત હાજર હતા.જે પૈકી બે વ્યકિતએ માસ્ક પહેરેલ ન હતા.તેમજ સોશિયલ
ડિસ્ટન્સ પણ જાળવેલ ન હતું.જેનો ફોટો પાડીને તેઓને દંડ ભરવા માટે સમજુતી કરતા તેઓએ
દંડની રકમ ભરવાનો ઈન્કાર કર્યો હતો અને મામલતદાર કચેરીના સ્ટાફ સાથે ઉધ્ધતાઈભર્યું
વર્તન કર્યું હતું. જેથી મોડાસા મામલતદારે ૪ શખ્શો વિરૂધ્ધ સમન્સ કાઢી કાર્યવાહી
હાથ ધરી હતી.જેમાં ચૌહાણ દલપતસિંહ વક્તુસિંહ, રાઠોડ વસંતકુમાર ભરતસિંહ, ચૌહાણ પ્રદિપકુમાર
દલપતસિંહ અને પટેલ મિતેશભાઈ પુરસોત્તમભાઈ (હિન્દુસ્તાન એગ્રો ઈન્ડસ્ટ્રીઝ, આઈશા કરીમ કોમ્પલેક્ષ,ગણેશપુર,તા.મોડાસા)
વિરૂધ્ધ સમન્સ કાઢી પોલીસને કાર્યવાહી કરવા જાણ કરાઈ છે.