Get The App

પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના વિરોધમાં મોડાસામાં કોંગ્રેસના દેખાવો યોજયા

- કોંગ્રેસ કાર્યકરોએ ભાજપ સરકાર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

- કોંગ્રેસ કાર્યકરોએ ભાજપ સરકાર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

Updated: Jun 25th, 2020

GS TEAM

Google News
Google News
પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના વિરોધમાં મોડાસામાં કોંગ્રેસના દેખાવો યોજયા 1 - image

મોડાસા,તા.24 જૂન, 2020, બુધવાર

પેટ્રોલ-ડિઝલ ના ભાવ વધારાના વિરોધમાં મોડાસા ચાર રસ્તા ખાતે કોંગ્રેસ કાર્યકરોએ ભાજપ સરકાર સામે  સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શતિ કર્યો હતો. ભાજપની કેન્દ્ર સરકાર અને રાજય સરકારના શાસનમાં કેન્દ્ર અને રાજયમાં પેટ્રોલ,ડિઝલ,રાંધણ ગેસ સહિત જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહયો છે.અને ગરીબ-સમાન્ય મધ્યમ વસગ અસહ્ય મોંઘવારીના બોજ હેઠળ ભારે હાલાકી ભોગવી રહયો છે.છેલ્લા ૧૫ દિવસ દરમ્યાન ભાજપ સરકારે પેટ્રોલના ભાવમાં રૂપિયા ૮ અને ડિઝલમાં રૂ.૯ નો વધારો કર્યો છે.કોવિડ-૧૯ ની મહામારીમાં સમયમાં પ્રજા આર્થીક મુશ્કેલીમાં છે.એવા સમયે મોંઘવારીનો માર અસહ્ય બની રહયો છે.

પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે વિરોધ વ્યક્ત કરવા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર,ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર,નગરપાલિકા વિરોધ પક્ષના નેતા   સહિત તમામ તાલુકાઓના પ્રમુખ તથા પ્રદેશના હોદ્દેદારો એ મોડાસા ચાર રસ્તા ખાતે ભાજપ સરકાર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. હાય રે ભાજપ,હાયરે ભાજપ ના નારા સાથે ચાર રસ્તા ખાતે કોંગ્રેસ કાર્યકરોએ દેખાવો યોજયા હતા.હાલ કોરોનાની મહામારીમાં આખુ વિશ્વ મુસીબતમાં છે. ત્યારે ભારતમાં પણ દિનપ્રતિ દિન  કેસોમાં વધારો થયો છે.અને લોકો ટપોટમ મોતને ભેટી રહયા છે.ત્યારે કેન્દ્ર સરકારે ડીઝલ અને પેટ્રોલમાં ભાવ વધારો ઝીંક્તા મધ્યમ,ગરીબ વર્ગની પ્રજા પીસાઈ રહી છે. જેથી કોંગ્રેસના કાર્યકરો એ રાજયભરમાં માોટાપાયે દેખાવો યોજયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. 

Tags :