અરવલ્લી જિલ્લામાં એલઆરડીને ફરજ પર હાજર કરવા તંત્રને આવેદન
- આંદોલન બાદ સમાધાન છતાં ઉકેલ ન આવતા આક્રોશ
- 15 જુલાઈ સુધી એલઆરડી બહેનોને ફરજ ઉપર હાજર નહિ કરાય તો રાજય વ્યાપી આંદોલન છેડવાની ચિમકી આપી
મોડાસા,તા.2 જુલાઈ, 2020,
ગુરૂવાર
૭૨ દિવસના ગાંધીનગર ખાતે
આંદોલનના સમાધાનના વલણ છતાં નિવારણ ન આવતાં એલઆરડી બહેનોમાં આક્રોશ જોવા મળ્યો
હતો.ફરજ પર હાજર કરવાની માંગ સાથે નું આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપી રજુઆત કરાઈ
છે.આગામી ૧૫ જુલાઈ સુધી એલઆરડી બહેનોને ફરજ પર હાજર નહિ કરવામાં આવે તો રાજય
વ્યાપી આંદોલન છેડવાની ચીમકી આવેદનપત્રમાં ઉચ્ચારવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી એલઆરડી
બહેનોની ભરતી વિવાદમાં રહી છે.ગાંધીનગરમાં ૭૨ દિવસના આંદોલન બાદ રાજય સરકારે
સમાધાન ફોરમ્યુલા અપનાવી બહેનોનું આંદોલન શાંત પાડયું હતું.જે વાતને પણ આજે ચાર
મહિના જેવો સમય વિતી ચૂકયો છે.પરંતુ હજુ સુધી લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા બહેનોને
ફરજ પર હાજર કરવામાં નથી આવ્યા.હાલની પરિસ્થિતિ ને ધ્યાને લેતાં એવું લાગી રહયું
છે કે રાજય સરકાર કોરોના ની મહામારી વચ્ચે ફરી એકવાર અમોને આંદોલન કરવા માટે મજબૂર
કરી રહી છે.જેથી અરવલ્લી જિલ્લા ની એલઆરડી બહેનો એ જિલ્લા કલેકટરને આવેદનપત્ર
આપ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવેલ
છેકે તા.૧૫/૭/૨૦ સુધીમાં એલઆરડી બહેનોને હાજર કરવામાં નહિ આવે તો ફરી એકવાર
ગુજરાતમાં રાજય વ્યાપી આંદોલન કરવામાં આવશે.વધુમાં જણાવ્યું હતું કે આ આવેદન લાગુ
પડતા જેતે વિભાગ લોકરક્ષક ભરતી બોર્ડ,ગૃહવિભાગ તથા મુખ્યમંત્રીને ધ્યાને દોરવા પણ રજૂઆત કરવામાં આવી હતી.