મોડાસામાં કોરોનાનો વધુ એક કેસ : જિલ્લામાં કુલ 198 દર્દી
- કોવિડ હોસ્પિટલમાંથી વધુ 5 દર્દીઓને રજા અપાઇ
- મોડાસામાં અત્યાર સુધીમાં 92 કેસ
મોડાસા,તા.23 જૂન, 2020,
મંગળવાર
મોડાસાની રોયલપાર્ક
સોસાયટીમાં વધુ ૧ દર્દી કોરોનાગ્રસ્ત થતાં શહેરમાં કુલ પોઝીટીવ કેસ ૯૨ અને
જિલ્લામાં કુલ પોઝીટીવ કેસ નો આંક ૧૯૭ એ પહોંચ્યો છે.જિલ્લામાં ૧૪૨ દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ નીવડયા છે.જયારે
આજદિન સુધીમાં કોરોના સંક્રમણને લઈ મોડાસા નગરમાં ૧૨ સહિત જિલ્લામાં કુલ મૃત્યુ
આંક ૧૫ દર્દી સુધી નોંધાયો છે.જોકે છેલ્લા બે દિવસ થી મોડાસા નગરના જુદાજુદા
વેપારી એશોસીયેશનો દ્વારા વધતુ કોરોના સંક્રમણ અટકાવવા અને ચેન તોડવા સ્વયંભૂ
પ્રયાશો હાથ ધરાયા છે.અને નગરમાં પૂરતી તકેદારીના ભાગરૂપે હવે વેપાર ધંધા-રોજગારનો
સમય ઘટાડી દેવાયો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા નગરની રોયલપાર્ક સોસાયટીમાં વધુ એક
કોરોના પોઝીટીવ કેસ નોંધાયો હતો. અને આ દર્દીને તાબડતોડ સારવાર હેઠળ ખસેડી
અસરગ્રસ્ત વિસ્તારમાં જરૂરી સેનેટાઈઝેશન અને સર્વેલન્સ ની કામગીરી હાથ ધરાઈ હતી.આ
એક પોઝીટીવ કેસ સાથે જ નગરમાં કુલ પોઝીટીવ કેસનો આંક ૯૨ કેસ થવા પામ્યો છે. જયારે
આ પોઝીટીવ દર્દીઓ પૈકી ૫૩ દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહેતાં જિલ્લામાં
નોંધાયેલ કુલ ૧૯૮ પોઝીટીવ કેસ સામે ૧૪૨ દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ અપાયું
છે.મોડાસા નગરમાં ૧૨ સહિત જિલ્લામાં કુલ ૧૫ દર્દીઓ આ કાળમુખા કોરોનાને લઈ મોતને
ભેટયા છે.ત્યારે જિલ્લામાં ખૂટતી સાધન સુવિધા વધારાય અને કોરોનાના દર્દીઓને યોગ્ય
સારવાર અપાય તેવી માંગ ઉઠી છે.હાલ જિલ્લામાં નોંધાયેલા ૧૩ કોરોનાગ્રસ્ત દર્દીઓને
હિંમતનગર સીવીલ હોસ્પિટલ અને મેડીસ્ટાર હોસ્પિટલમાં જયારે ૦૮ દર્દીઓને ગાંધીનગર કે
અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે તંત્ર ને ખસેડવાની ફરજ પડી છે. શહેરમાં મંગળવારના
રોજ ચાર રસ્તાથી બસ સ્ટેન્ડ,ડુઘરવાડા
ચોકડી સહિતના બજારો બપોરે બંધ થયા હતા.કસ્બા ના વેપારીઓ પણ આ અપીલને માન આપ્યું
હતું.પરંતુ નગરના કેટલાક વિસ્તારોમાં ખુલ્લી દુકાનો અને ઉભરાતા ગ્રાહકો જોઈ
શાકભાજીના વેપારીઓમાં રોષ ઉઠયો હતો.