Gujarat

તલોદમાં સરપંચ માટે કુલ 119 અને વોર્ડ સભ્ય માટે 274 ફોર્મ ભરાયા

By GS Team
5 Dec 20211 min read
This article was originally published on 5 Dec 2021
તલોદમાં સરપંચ માટે કુલ 119 અને વોર્ડ સભ્ય માટે 274 ફોર્મ ભરાયા

તલોદ, તા. 4

તલોદ તાલુકાની ગ્રામ પંચાયતોની  ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાના આજના અંતિમ સમય સસુધીમાં સરપંચ પદ માટે કુલ ઃ ૧૧૯ ફોર્મ અને વોર્ડ સભ્યપદ માટે કુલ ૨૭૪ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવેલ છે. ં તલોદ તાલુકાની ૨૩ ગ્રામપંચાયતોની રેગ્યુલર અને ૧૯ ગ્રા.પં.ની પેટાચૂંટણી યોજાનાર છે. પેટા ચુંટણીમાં ૧૮ ગ્રા.પં.ની સભ્યોની ખાલી પડેલી બેઠકો માટેની ચુંટણી અને સરપંચ પદની ખાલી પડેલી ૧ બેઠકોની ચુંટણી યોજાનાર છે.

ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે એટલે કે તા. ૭ ડિસેમ્બર ચિત્ર સ્પષ્ટ થઇ જશે.  તલોદ તાલુકાની ગ્રા.પં.ની આગામી ચૂંટણીમાં કુલ ૩૫૧૬૪ મતદારો મતદાન કરશે. જેમાં ૧૮૩૭૬ પુરૃષ મતદારો અને ૧૬૭૮૭ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. ૪૯ મતદાન મથકો ખાતે અહં બેલેટ પેપરથી મતદાન થનાર છે.