ઉ. ગુજરાત શૈક્ષિક સંઘે સીએએસની જોગવાઈ માટે આવેદન અપાયુ
- કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમની જોગવાઈઓ લાગુ પાડવા માંગણી
- કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમની જોગવાઈઓ લાગુ પાડવા માંગણી
મોડાસા,તા.1 જુલાઈ, 2020,
બુધવાર
તાજેતરમાં રાજય સરકાર
દ્વાર સમગ્ર રાજયના અધ્યાપકોના કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ (સીએએસ) અંતર્ગત
બંધારણીય હક્ક જેવા પ્રમોશનના લાભો અટકાવવા બાબતે પરિપત્ર કર્યો છે.જેનો
હે.ઉ.ગુ.વિશ્વ વિદ્યાલય શૈક્ષિક સંઘ દ્વારા વિરોધ કરી આવેદનપત્ર આપવામાં
આવ્યું હતું.
શૈક્ષિક સંઘના મહામંત્રી
પ્રો.ર્ડા.જગદીશ પ્રજાપતિ,ઉપપ્રમુખ
પ્રિ.રોહિતભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે ગુજરાત શૈક્ષિક સંઘ ઉચ્ચ શિક્ષણની
જુદીજુદી યુનિવર્સીટીના પ્રમુખ,મહામંત્રી ની ઓનલાઈન બેઠક મળી
હતી.જેમાં સીએએસની જોગવાઈના લાભ ન આપવા માટે ગુજરાત સરકારે જે પરિપત્ર કર્યો છે તે
વ્યવહારૂ નથી તેનો વિરોધ કરી સરકારને રજૂઆત કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.સમગ્ર
રાજયના અધ્યાપકો માટે આ અન્યાયકારી એવી જોગવાઈઓ દુર કરી ને સત્વરે અધ્યાપકોને ન્યાય
આપવામાં આવે એવું આવેદનપત્ર હે.ગુ.યુનિ.ના કુલપતિ પ્રો.ર્ડા.જે.જે.વોરા મારફતે
ગુજરાત સરકારને મોકલવામાં આવ્યું છે.રાજયની
યુનિવર્સીટીઓ અને કોલેજોના અધ્યાપકોને એેધ્યાપકોના કેરિયર એડવાન્સમેન્ટ
સ્કીમ (સીએએસ) અંતર્ગત તબક્કાવાર પ્રમોશનના લાભો મળતા હોય છે.પરંતુ શિક્ષણ વિભાગના
તાજેતરના પત્રાંકમાં જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર તરફથી રાજય સરકાર ને ગ્રાન્ટ
ફાળવવામાં આવી નહિ હોવાથી તા.૦૧/૦૧/૨૦૧૬ પછી અધ્યાપકોને કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ
(સીએએસ) અંતર્ગત અપાતા લાભો મંજૂર કરવાના રહેશે નહિ.તા.૧/૧/૨૦૧૬ પછી જે પણ
અધ્યાપકોને સીએએસ ના લાભો મળવાપાત્ર છે તે સૌને સમાનપણે આ લાભો આપવામાં આવે તેવી
શૈક્ષિક સંઘની માંગણી છે.