શામળાજી પાસે કારમાંથી 1.19 લાખના દારૂ સાથે બુટલેગર પકડાયો
- ત્રણ આરોપી સામે ફરિયાદ નોધાઇ
- પોલીસની નાકાબંધી જોઈ ચાલક કાર છોડી ફરાર : કાર સહિત કુલ રૂ.6.22 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયા
મોડાસા,તા.26 જૂન, 2020,
શુક્રવાર
નેશનલ હાઈવેના શામળાજી ખાતે આવેલા આશ્રમ ચોકડી પાસેથી પસાર
થતી કારમાંથી રૂ.૧,૧૯,૬૦૦ ની કિંમતના વિદેશી દારૂની ૧૩ પેટીઓનો
જથ્થો મળી આવ્યો હતો.જોકે કાર ચાલક પોલીસને થાપ આપી ભાગી છુટયો હતો.જયારે
જિલ્લા એલસીબી પોલીસે કારમાં સવાર બુટલેગરને ઝડપી પાડયો હતો. પોલીસે કાર સહિત કુલ રૂ.૬,૨૨,૧૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણ આરોપીઓ
વિરૃધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જિલ્લા એલસીબી પોલીસ ટીમ
દ્વારા નેશનલ હાઈવે વાહન ચેકીંગને લઈ નાકાબંધી કરાઈ હતી.પોલીસની આ નાકાબંધી
દરમ્યાન રાજસ્થાન તરફથી પુરવેગે આવતી કારને એલસીબી પોલીસે આશ્રમ ચોકડી પાસે અટકાવી
હતી.પોલીસની નાકાબંધી જોઈ કારનો ચાલક પોતના કબ્જાની કાર માર્ગ પર છોડી ભાગી ગયો
હતો.જયારે પોલીસે આ કારમાં સવાર બુટલેગર સોનુ મહેન્દ્રસિંહ રાઠોડ ને ઝડપી લીધો હતો.
ચેકીંગ દરમ્યાન પોલીસને
આ કારમાંથી વિદેશી દારૂ બીયરની ૧૩ પેટીઓનો કિ.રૂ.૧,૧૯,૬૦૦ નો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો
હતો.માત્ર ૧૭૬ બોટલની કિંમત લાખ્ખોમાં થતાં આ મોંઘા દારૂની ડીલીવરી ઝડપી લેવામાં
પોલીસને સફળતા મળી હતી.પોલીસે ફરાર કાર ચાલક ઈશ્વરસિંહ રાઠોડ,બુટલેગર સોનુ મહેન્દ્રસિંહ રાઠોડ રહે. યુ.આઈ.ટી. કોલોની, પ્રતાપનગર(ઉદેપુર) અને દારૂનો જથ્થો ભરી આપનાર ફતેસિંહ ભુરસિંહ રાજપુત
રહે.ખાદરા (નોવા) પોસ્ટ-ખેમલી, તા.માવલી (ઉદેપુર)નાઓ વિરૂધ્ધ
ગુનો નોંધી કાર સહિત કુલ રૂ.૬,૨૨,૧૦૦
નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.