બોરસદના નાપા તળપદના કેટલાક વિસ્તારોમાં કેટલાક પ્રતિબંધો લદાયા
- થર્મલ સ્ક્રીનિંગ, પોલીસ બંદોબસ્ત રાખવા સૂચના આવશ્યક સેવાઓ ૧૨ કલાક સુધી ચાલુ રખાશે
આણંદ, તા. 8 જુલાઈ 2020, બુધવાર
વાયરસ કોવિડ-૧૯ ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીનાં ભાગરૃપે લોકોની અવર જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૃ આમુખ-(૨)ની વિગતે જાહેરનામાથી સુચના બહાર પાડવામાં આવેલ છે.
બોરસદ તાલુકા અંતર્ગત આવતા નાપા તળપદ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ રામજી મંદિર વિસ્તારમાં આવેલ બારોટ ફળીયાવાળો વિસ્તાર ભાદરણીયા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ યોગીકૃપા શેરી વાળો વિસ્તારમાં નીચે મુજબની અમલવારી કરવાની રહેશે. આ વિસ્તારના એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે. આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. આ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ સવારના ૭-૦૦ કલાકથી સાંજના ૭-૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે. આ હુકમ તા.૦૪/૦૭/૨૦૨૦ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. સરકારી ફરજ પરની વ્યક્તિઓ ફરજના ભાગરૃપે અવર-જવર કરી શકાશે. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે આણંદ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૃધ્ધ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.
આ હુકમની બજવણી વ્યક્તિગત રીતે કરવી શક્ય ન હોઈ એક તરફી હુકમ કરવામાં આવે છે.