આણંદ જિલ્લામાં વધુ કેટલાક વિસ્તારને કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા
- કોરોનાનું સંક્રમણ અન્ય વિસ્તારોમાં ન ફેલાય માટે
- પ્રતિબંધિત વિસ્તારમાં આવવા જવાના માર્ગ પર થર્મલગનથી સ્ક્રિનીંગ કરવાનું રહેશે
- માત્ર આવશ્યક સેવા ચાલુ રહેશે
આણંદ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે પોઝીટીવ આવેલ દર્દીઓના વિસ્તારમાંથી અન્ય વિસ્તારમાં સંક્રમણ ન ફેલાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના અલગ-અલગ વિસ્તારોને કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
જે અંતર્ગત બોરસદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વાવડી મહોલ્લો, માતાવાળું ફળીયું, આણંદ નગરપાલિકા હદ વિસ્તારમાં ગ્રીડ પાછળ આવેલ ફ્રેન્ડસ કોલોની, વિદ્યાનગર રોડ ઉપર આવેલ સત્કૈવલધામના ચાર મકાન, ઉત્સવ પાર્ટીપ્લોટ સામે આવેલ ગોલ્ડન રેસીડેન્સીના સાત મકાન, સરદારગંજમાં આવેલ શુક્લા ટ્રેડીંગ કંપનીનો વિસ્તાર, ખોજા સોસાયટી, અલીફપાર્ક, અલરહેમાન રેસીડેન્સીના વિસ્તારો તેમજ આણંદ તાલુકાના કરમસદ નગરપાલિકા હદમાં આવેલ રાજગૃહ પાર્ક, બોરીઆવીની શ્રી હરિ સોસાયટીનો વિસ્તાર, સામરખા જુની પાણીની ટાંકીનો વિસ્તાર, લાંભવેલની ગુરૂવીલા સોસાયટીનો વિસ્તાર, ખાંધલીના કાદારીયા ટાઈલ્સના બે મકાન, નાપા તળપદની નુરાની કોલોનીનો વિસ્તાર, ખંભોળજની ગાયત્રીનગર સોસાયટીનો વિસ્તાર, પેટલાદના મોરડ ગામના વહેરાઈમાતા મંદિર નજીકનો વિસ્તાર, માણેજના ઝંડાકૂઈનો વિસ્તાર, પેટલાદના કાજીવાડાનો વિસ્તાર, આંકલાવ તાલુકાના આસોદર ગામના નારાયણનગર સોસાયટીના વિસ્તારો કન્ટેઈન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા છે. સાથે સાથે બોરસદના અરબીયા સોસાયટી, ફૈઝ ખડકી, ભોભા ફળી, પામોલ રોડ ઉપર આવેલ છોટાલાલ પાર્કના કેટલાક વિસ્તારોને પણ પ્રતિબંધિત જાહેર કરાયા છે.
આ વિસ્તારોમાં એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ ઉપર થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે તેમજ આ વિસ્તારોમાં માત્ર આવશ્યક સેવાઓ સવારના ૭ઃ૦૦ થી સાંજના ૭ઃ૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.
નડિયાદ સહિત ૧૨ સ્થળોના કેટલાક વિસ્તારો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર
આ વિસ્તારમાં અવરજવર બંધ કરાઈ ચીજવસ્તુઓ હોમડીલીવરીથી અપાશે
નડિયાદ શહેર-ડભાણ-નવાગામ-હલદરવાસ-માતર-પલાણા-વાસણાબુઝર્ગ-વસો-ભૂમસ-સેવાલિયા-યોગીનગર અને કણજરી ગામના કેટલાક વિસ્તારને કન્ટેઇમેન્ટ ઝોન જાહેર કરાયા છે.
જેમાં નડિયાદ શહેરના પરાગ સોસાયટી, કર્મવીર સામ્રાજય, પાડાપોળ, દિવ્યજ્યોત સોસાયટી, જગડીયા પોળ, નાગરવાડનો ઢાળ, જલસાગર એપાર્ટમેન્ટ, કોવાડા પોળ, એલ બી એવન્યુ, લાખાવાડ પ્રણામી મંદિર, લીમડી ખડકી, રાજીવનગર સોસાયટી, સાહીલબાગ સોસાયટી, સંતોષપાર્ક સોસાયટી, શંભૂનાથ સોસાયટી, શ્રી હરી પાર્ક, ઉમિયા પાર્ક સોસાયટી, યોગીનગર ગામના વિભાગ-૨ વિસ્તાર,વિશ્વાસ નગર ફલેટ,વ્યાસ ફળીયુ ગાંધી માર્ગ વિસ્તાર,અમરદીપ સોસાયટી વિસ્તારને કન્ટેઇમેન્ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
જ્યારે નડિયાદ તાલુકાના ડભાણ ગામનો કુવો વિસ્તાર,નવોદય નગર,કણજરી ગામના યાદઘર સોસાયટી,ખેડા તાલુકાના નવાગામ પારેખ ફળીયુ,વાસણાબુઝર્ગ ગામના ડેરી સામેનો વિસ્તાર,રઢુ સ્વામી નારાયણ સોસાયટી,મહેમદાવાદ તાલુકાના હલદરવાસ ગામના કવિ માર્ગ,વસો તાલુકાના પલાણા ગામના પી. એચ. સી, વસો ગામની કોટની પીપળ સ્વામિનારાયણ વિસ્તાર,માતર ગામનો ખ્રિસ્તી ફળીયુ,મહુધા તાલુકા ભૂમસ ગામના પટેલ ખડકી,ગળતેશ્વર તાલુકાના સેવાલીયા ગામના વણકબોરી થર્મલ પાવર સ્ટેશન વિસ્તારને કન્ટેઇમેન્ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ વિસ્તારોના રહેવાસીઓને રાશન વિગેરે આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડિલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.