આણંદ સહિત જિલ્લાનાં કેટલાક વિસ્તારો નિયંત્રિત જાહેર કરાયા
- કોરોનાની મહામારીના પગલે
- કેન્દ્ર-ગુજરાત સરકારે માર્ગદર્શિકા જાહેર કરી
આણંદ, તા. 8 જુલાઈ 2020, બુધવાર
બોરસદ તાલુકાના પીપળી ગ્રામ પંચાયત અંતર્ગત આવેલ આઝાદ ખડકી વિસ્તાર, બોરસદ તાલુકાના નાપા તળપદ ગ્રામ પંચાયત અંતર્ગત આવેલ એકતાનગરથી અગાસ બોરીયા જવાના રસ્તા ઉપર આવેલ પ્રથમ શેરી (મહોલ્લો) જેની ડાબી બાજુની લાઈનમાં આવેલ પ્રથમ મકાનથી છેલ્લા મકાન વચ્ચેનો વિસ્તાર તથા જમણી બાજુની લાઈનમાં આવેલ પ્રથમ મકાનથી છેલ્લા મકાન વચ્ચેનો વિસ્તાર તથા અન્ય વિસ્તાર, બોરસદ નગરપાલિકા અંતર્ગત આવેલ સાકરીયા સોસાયટી ઘર નં.૨૬ થી ઘર નં.૫૫ સુધીનો વિસ્તાર તથા ફતેપુર વિસ્તાર કાજીવાળા ઘર નં.૪/૫૯૦/૧ થી ઘર નં.૬૧૭ અને ઘર નં.૬૩૫ સુધીનો વિસ્તાર, આણંદ નગરપાલિકા અંતર્ગત ટાવર બજાર પાસે આવેલ ઠાકોર ફળીયા વિસ્તારના ૨૭ ઘરનો વિસ્તાર તથા અન્ય વિસ્તાર,ઉમરેઠ તાલુકા અંતર્ગત આવેલ અહીમા ગ્રામ પંચાયત અંતર્ગત આવેલ શક્તિનગર વિસ્તાર તથા પ્રતાપપુરા ગ્રામ પંચાયત અંતર્ગત આવેલ મોટો ભાગ વિસ્તાર તથા આણંદ નગરપાલિકા અંતર્ગત આવેલ સલાટીયા રોડ, આણંદ આશાનગર વિસ્તારનાં કુલ-૧૧ ઘરનો વિસ્તાર તથા અન્ય વિસ્તાર, ખંભાત નગરપાલિકા અંતર્ગત આવેલા નાગરવાડાનો વિસ્તાર તથા અન્ય વિસ્તારોને કોવિડ-૧૯ના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ છે.
પરંતુ અમુક વિસ્તારોમાં મળી આવેલ કોરોના પોઝીટીવ વ્યક્તિઓની સારવાર બાદ કોઈ નવા કોરોના પોઝીટીવ કેસ મળી આવેલ નથી. તદ્અનુસાર આર.જી.ગોહિલ, જિલ્લા મેજિસ્ટ્રેટ, આણંદે ધી ગુજરાત એપેડેમીક ડિસીઝ એક્ટ હેઠળ સંદર્ભ-૧વાળા જાહેરનામાથી સંદર્ભ-૧ તથા સંદર્ભ-૩વાળા જાહેરનામાથી કોવિડ-૧૯ના નિયંત્રણ વિસ્તાર પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે.