Get The App

આણંદ જિલ્લામાં વધુ સાત દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યાં : 935 લોકો દેખરેખ હેઠળ

- અત્યાર સુધીમાં 2396 પ્રવાસીઓનું ફોલોઅપ કરાયું

- 12 અલગ અલગ જગ્યાએ શરૂ કરાયેલી સ્ટ્રીટ ઓપીડીમાં 166 દર્દીઓને સારવાર અપાઈ : 1461નું ઓબ્ઝર્વેશન પૂર્ણ

Updated: Mar 30th, 2020

GS TEAM

Google News
Google News
આણંદ જિલ્લામાં વધુ સાત દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યાં : 935 લોકો દેખરેખ હેઠળ 1 - image


આણંદ, તા.29 માર્ચ 2020, રવિવાર

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઈરસની સામે લડવા કેન્દ્ર અને રાજ્ય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચવાનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે ત્યારે જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.

તદ્દઅનુસાર જિલ્લામાં તા.૨૭/૩/૨૦૨૦ના રોજ સાંજના ૪-૦૦ વાગ્યા સુધીમાં ૨૨૩૭ પ્રવાસીઓનું ફોલોઅપ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તા.૨૮/૦૩/૨૦૨૦ના રોજ સાંજના ૪-૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૫૯ પ્રવાસીઓનું ફોલોઅપ કરતાં અત્યાર સુધીમાં કુલ ૨૩૯૬ પ્રવાસીઓનું ફોલોઅપ કરવામાં આવ્યું છે. પૈકી ૧૪૬૧ પ્રવાસીઓનું ઓબ્ઝર્વેશન પૂર્ણ કરવામાં આવેલ છે. જ્યારે ૯૩૫ પ્રવાસીઓ ઓબ્ઝર્વેશન હેઠળ છે. કોરોના ( ૧૯) અંતર્ગત જિલ્લામાં એકપણ કેસ પોઝીટીવ આવેલ ન હોવાનું જ્યારે તા.૨૭/૩/૨૦૨૦ના બપોરના ૪-૦૦ થી તા.૨૮/૩/૨૦૨૦ના ચાર વાગ્યા સુધીમાં વધુ સાત દર્દીઓના સીઝનફલુ/કોરોનાના રીપોર્ટ નેગેટીવ આવતાં જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનફલુ/કોરોનાના ૩૬ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ર્ડા.એમ.ટી. છારીએ જણાવ્યું છે.

નોવેલ કોરોનાની મહામારીને ધ્યાને લઈ ૧૨ અલગ-અલગ જગ્યાએ જનરલ પ્રેક્ટીસ એસોસીયેશન દ્વારા સ્ટ્રીટ ઓ.પી.ડી. ચાલુ કરવામાં આવી હતી. જેમાં કુલ ૧૬૬ દર્દીઓને સારવાર આપી હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

Tags :