Get The App

ચિખોદરા ચોકડી પાસે રેતી ભરેલા ત્રણ ડમ્પરો પોલીસે ડિટેઇન કર્યા

- રોયલ્ટી પાસ વિનાના ડમ્પર માલિકોને નોટિસ આપી : 6.50 લાખ દંડ વસૂલાશે

Updated: May 29th, 2020

GS TEAM

Google News
Google News
ચિખોદરા ચોકડી પાસે રેતી ભરેલા ત્રણ ડમ્પરો પોલીસે ડિટેઇન કર્યા 1 - image


આણંદ, તા.29 મે 2020, શુક્રવાર

લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ બાંધકામોને છુટ આપવામાં આવતા છેલ્લા કેટલાક દિવસથી બંધ પડેલ બાંધકામો ધીમે-ધીમે પુનઃ કાર્યરત થયા છે. બાંધકામ ક્ષેત્રને મંજુરી મળતા રેતીની હેરફેર કરતા વાહનોની અવર-જવર વધી છે. 

જો કે કેટલાક ખનીજ માફીયાઓ દ્વારા હવે સ્ટ્રેટજી બદલીને રાત્રિના સુમારે ગેરકાયદેસર રેતીની હેરાફેરી કરતા હોવાની ફરિયાદો મળતા આણંદ ખાણ-ખનીજ વિભાગ દ્વારા પણ હવે નવી યુક્તિ અજમાવી રાત્રિના સુમારે આકસ્મિક ચેકીંગ ઝુંબેશ શરૃ કરવામાં આવી છે. જે અંતર્ગત તાજેતરમાં આણંદ ખાણ-ખનીજ વિભાગની ટીમ દ્વારા રાત્રિના સુમારે આણંદની ચિખોદરા ચોકડી નજીક વોચ ગોઠવવામાં આવી હતી. દરમ્યાન વાહન ચેકીંગ કરતા રેતી ભરેલ ત્રણ ડમ્પરોને રોકવામાં આવ્યા હતા. વધુ તપાસ કરતા આ ત્રણેય રેતી ભરેલ ડમ્પરો રોયલ્ટી પાસ વિનાના માલુમ પડયા હતા. જેથી ખાણ-ખનીજ વિભાગની ટીમે ત્રણેય ડમ્પરો ડીટેઈન કરી રોયલ્ટી પાસના ભંગ બદલ નોટીસ પાઠવી રૃા.૬.૫૦ લાખ દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

Tags :