Get The App

મોગરીના ધો. 12 પાસ યુવાને વેસ્ટમાંથી હાથથી ચાલતું મીની જેસીબી મશીન બનાવ્યું

- લૉકડાઉનના સમયનો સદ્ઉપયોગ કરીને

- જેસીબી ખાડા ખોદવા, સિમેન્ટ રેતી ભરવા સહિતના કામમાં 10 જેટલા મજૂરોનું કામ કરી શકે છે

Updated: May 27th, 2020

GS TEAM

Google News
Google News
મોગરીના ધો. 12 પાસ યુવાને વેસ્ટમાંથી હાથથી ચાલતું મીની જેસીબી મશીન બનાવ્યું 1 - image


આણંદ, તા.27 મે 2020, બુધવાર

આણંદ પાસેના મોગરી ગામે રહેતા ધો.૧૨ પાસ યુવાને લોકડાઉનના સમયનો સદ્ઉપયોગ કરી પોતાની આગવી સુઝથી વેસ્ટ ચીજવસ્તુઓનો બેસ્ટ તરીકે ઉપયોગ કરી મીની જેસીબી મશીન બનાવ્યું છે. કોઈપણ જાતના ઈંધણ કે ઈલેક્ટ્રીક મોટર વિના ફક્ત હાથથી કામ કરતું આ જેસીબી મશીન ખાડા ખોદવા, સિમેન્ટ-રેતી ભરવા સહિત ૧૦ જેટલા મજૂરોનું કામ કરી શકે છે. આ જેસીબી મશીન ખેડૂત તથા પશુપાલકોને અનેક રીતે ઉપયોગી થશે. આણંદ પાસેના મોગરી ગામે રહેતા ૩૧ વર્ષીય હિરેન પટેલે ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહ સુધીનો અભ્યાસ કર્યો છે. ધો.૧૨ સાયન્સ પાસ કર્યા બાદ તેઓ પરિવાર સાથે ખેતીકામમાં જોડાયા હતા. તેઓને વેસ્ટમાંથી બેસ્ટ ચીજો બનાવવાનો શોખ છે. હાલ તેઓ મોબાઈલ રીપેરીંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. લોકડાઉનના સમયમાં વિવિધ ધંધા-રોજગાર બંધ છે ત્યારે આ સમયનો સદ્ઉપયોગ કરતા ખેતરમાં ખાડા ખોદવા, નાના બાંધકામ માટે રેતી-કપચી ભરવી તેમજ તબેલામાંથી ગોબર ઉપાડવાની કામગીરીમાં મજૂરો વિના સરળતાથી કેવી રીતે કામ કરી શકાય તે અંગેનો હિરેનભાઈએ વિચાર કરી મીની જેસીબી મશીન બનાવવાનું નક્કી કર્યું હતું. તેઓએ ભંગારમાંથી લોખંડની પાઈપ, પતરું વગેરે સામાન લઈ આવી મીની જેસીબી બનાવવાની શરૃઆત કરી હતી. બેથી ત્રણ કલાકની જહેમત બાદ તેઓએ હેન્ડમેડ જેસીબી મશીન તૈયાર કર્યું હતું. આ જેસીબી મશીન બનાવવા પાછળ તેઓને અંદાજે ૬૦૦ રૃપિયા ખર્ચ થયો છે. એકવાર આ મશીન બનાવ્યા પછી કોઈપણ જાતનો મેઈન્ટેનન્સ ખર્ચ આવતો નથી. સાથે સાથે એક સ્થળેથી ઉચકીને બીજા સ્થળે સરળતાથી લઈ જવાતુ આ મીની જેસીબી મશીન ખાડા ખોદવા, રેતી-કપચી ઉપાડવા સહિતના વિવિધ કામોમાં ઉપયોગી છે. હેન્ડમેડ જેસીબી મશીન તૈયાર કરનાર હિરેનભાઈ પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ મીની જેસીબી મશીનનો ઉપયોગ ખેતરમાં પાળા કરવા, માટી  ભરવા, નાના ખાડા ખોદવા, બાગ-બગીચામાં વૃક્ષારોપણ માટે, તબેલામાં ગોબર ભરવા માટે તેમજ રેતી-કપચી-માટી ટ્રેક્ટરમાં સહેલાઈથી ભરવા કે ખાલી કરવામાં ખુબ જ ઉપયોગી નીવડશે. આ હેન્ડમેડ ઓપરેટરીંગ મશીન ૧૦ માણસનું કામ કરી શકે છે અને એક કલાકનું કામ માત્ર ૧૫ મિનિટમાં પુરું કરે છે. સમય અને નાણાંની બચત કરતું આ મીની જેસીબી મશીન ખેતી તેમજ પશુપાલન સહિતના વિવિધ ક્ષેત્રોમાં અનેક રીતે ઉપયોગી સાબિત થશે.

Tags :