ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં 46 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા
- તમામ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા રાહત
- જિલ્લામાં ચાર દિવસથી એક પણ દર્દીનો રિપોર્ટ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો નથી
નડિયાદ,તા. 5 એપ્રિલ 2020, રવિવાર
ખેડા જિલ્લા છેલ્લા ચાર દિવસથી એક પણ શંકાસ્પદ દર્દી ન મળી આવતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. જો કે હોમકોરોન્ટાઇનનો ભંગ કરનાર વ્યક્તિઓને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર કોરોના વાયરસ અંગે અગમચેતી પગલા લઇ રહ્યુ છે. છેલ્લાં ચાર દિવસથી જિલ્લામાં એકપણ શંકાસ્પદ દર્દી મળી આવ્યો નથી. આથી જિલ્લામાં હોમકોરન્ટાઇનની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હોમકોરોન્ટાઇનમાં અત્યારે ૧૦ વ્યક્તિઓ છે.
જ્યારે ૮૨૮ વ્યક્તિઓના ૧૪ દિવસના હોમકોરોન્ટાઇનની મુદત પૂર્ણ થઇ છે.વળી કોરોન્ટાઇનનો ભંગ કરનાર ૨૨ વ્યક્તિઓને નડિયાદના સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં ઉભા કરાયેલા આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ-૪૬ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા અન ેદરેક રીપોરટ્ નેગેટીવ આવ્યા હતા.જિલ્લામાં સતત ચાર દિવસથી એક પણ દર્દીનો રીપોર્ટ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યો ન હોવાનુ ફરજ પરના અધિકારીએ જણાવ્યુ હતુ.