Get The App

લૉકડાઉનમાં આણંદના ક્લિનિકલ કોમ્પલેક્ષના તબીબોએ 850 થી વધુ પશુને સારવાર આપી

કોરોનામાં વેટરનરી તબીબોએ ફરજ અદા કરી

- પશુઓમાં 646 શ્વાન, 114 બકરા, 17 ઘોડા સહિત ઉંટ, બિલાડી વગેરેને સારવાર આપી જીવન બક્ષ્યું

Updated: Jun 6th, 2020

GS TEAM

Google News
Google News
લૉકડાઉનમાં આણંદના ક્લિનિકલ કોમ્પલેક્ષના તબીબોએ 850 થી વધુ પશુને સારવાર આપી 1 - image


આણંદ, તા.6 જૂન 2020, શનિવાર

આણંદ કૃષિ યુનિવર્સિટીમાં વેટરનરી કોલેજ ખાતેની વેટરનરી ક્લીનીકલ કોમ્પલેક્ષ (ઝવેરી હોસ્પિટલ) વિભાગ ફક્ત ગુજરાત રાજ્યમાં જ નહિ પરંતુ આસપાસનાં રાજ્યોમાં પણ પોતાની નિષ્ણાત પશુ તબીબી સેવાઓ માટે ખ્યાતનામ છે.

હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી દરમ્યાન સરકાર દ્વારા જાહેર કરેલ લોકડાઉનમાં આણંદ જિલ્લા તથા રાજ્યનાં અન્ય જિલ્લાઓમાંથી પશુ માલિકો પોતાની કિંમતી પશુઓની બીમારીઓને લીાૃધે તેમને તાત્કાલિક સારવાર માટે વેટરનરી ક્લીનીકલ કોમ્પલેક્ષમાં લઈને આવેલ હતા. 

આવા કપરા સમયમાં પણ કોરોનાના સંક્રમણનો ભય રાખ્યા વગર ક્લીનીકલ કોમ્પલેક્ષમાં ફરજ બજાવતા તબીબોએ દિવસ-રાત ખડેપગે રહી પોતાની ફરજ બજાવી કુલ ૮૫૦થી વધારે પશુઓની સારવાર કરવામાં આવી. જેમાં ૬૪૬ શ્વાન, ૧૧૪ બકરાં અને ઘેટા, ૧૭ ઘોડા, ૧૬ ગાય, ૯ ભેસ, ૧૫ વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ અને અન્ય ૩૬ પશુઓ જેવા કે કાચબાં, બિલાડી, ઉંટ તથા ખિસકોલી જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે.

રાજ્યભરમાથી આ સમય દરમિયાન આવેલ વિવિધ પ્રકારની બીમારીવાળા પશુઓ જેવા કે અકસ્માત, ગંભીર ઈજાઓ, ફ્રેક્ચર, ફુડ પોઈઝનિંગ, અશ્વમાં પેટની ચૂક, વિયાણમાં (પ્રસુતિ) તકલીફ, પથરી તથા જન્મજાત ખોડ ખાંપણ તેવા પશુઓમાં જ્યાં જરૃર પડી હોય ત્યાં તાત્કાલિક ઓપરેશન કરી પશુઓની મહામુલી જીંદગી બચાવી અને જીવદયાનું ઉત્તમ કાર્ય કરેલ છે. વેટરનરી ક્લીનીકલ કોમ્પલેક્ષમાં ફરજ બજાવતા સર્વે કર્મચારીઓએ કોવીડ-૧૯ની મહામારી પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ટીમવર્કનું ઉત્તમ ઉદાહરણ પુરૃ પાડેલ છે. લોકડાઉન સમય દરમિયાન આ હોસ્પીટલની કામગીરીથી પ્રભાવિત થઈ ચરોતર હોર્સ સોસાયટી, આણંદ દ્વારા જુદા-જુદા વિભાગનાં તમામ તબીબો તથા અન્ય સ્ટાફને કોરોના વોરિયર્સ તરીકે બિરદાવીને બહુમાન કરવામાં આવ્યું હતું.

Tags :