Get The App

આણંદમાં સહયોગ રેસ્ટોરન્ટના સંચાલક સામે જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ

- સંચાલકે મોડી રાત્રિ સુધી હોટલ ચાલુ રાખી અને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા કાર્યવાહી કરાઇ

Updated: Jun 30th, 2020

GS TEAM

Google News
Google News
આણંદમાં સહયોગ રેસ્ટોરન્ટના સંચાલક સામે જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ 1 - image

આણંદ, તા.30 જૂન 2020, મંગળવાર

આણંદ શહેરના અમૂલ ડેરી રોડ ઉપર આવેલ સહયોગ રેસ્ટોરન્ટના સંચાલકે કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી મોડી રાત સુધી હોટલ ચાલુ રાખી સોશ્યલ ડીસ્ટન્સ નહી જાળવતા આણંદ શહેર પોલીસે જાહેરનામાના ભંગ બદલ હોટલના સંચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે.

ગઈકાલ રાત્રિના સુમારે આણંદ શહેર પોલીસના પીઆઈ સહિતની ટીમ પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમ્યાન શહેરના અમૂલ ડેરી રોડ ઉપર આવેલ સહયોગ રેસ્ટોરન્ટ રાત્રિના ૮ઃ૩૫ વાગ્યા સુધી પણ ખુલ્લી હોવાનું પોલીસને માલુમ પડતા પોલીસ તુરંત જ રેસ્ટોરન્ટ ખાતે પહોંચી ગઈ હતી અને તપાસ કરતા રેસ્ટોરન્ટમાં કેટલાક ગ્રાહકો જમતા નજરે પડયા હતા. જો કે આ ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સનો અભાવ હોવાનું જાણવા મળતા પોલીસે કાઉન્ટર ઉપર બેઠેલ સંચાલકના નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે મહંમદઅલી આસમઅલી ચૌધરી (રહે.મૂળ દસાવડ, પાટણ, હાલ આણંદ) હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે સંચાલક સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો.