Get The App

આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં 2234 પ્રવાસીઓનું તંત્ર દ્વારા સ્ક્રીનિંગ કરાયું

- એનઆરઆઈ વિસ્તારમાં એક પણ પોઝિટિવ કેસ ન નોંધાતા આશ્ચર્ય

- જિલ્લામાં 1401 પ્રવાસીઓનું, ઓબ્ઝર્વેશન પૂર્ણ : 833 હજુ દેખરેખ હેઠળ : 25 દર્દીઓના રિ૫ોર્ટ નેગેટિવ આવ્યા

Updated: Mar 28th, 2020

GS TEAM

Google News
Google News
આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં 2234 પ્રવાસીઓનું તંત્ર દ્વારા સ્ક્રીનિંગ કરાયું 1 - image


આણંદ, તા.27 માર્ચ 2020, શુક્રવાર

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઈરસની સામે લડવા કેન્દ્ર અને રાજ્ય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલ જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થાય છે ત્યારે જિલ્લા કલેક્ટર આર.જી.ગોહિલ અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.

તદ્અનુસાર જિલ્લામાં તા.૨૫/૩/૨૦૨૦ના રોજ સાંજના ૪-૦૦ વાગ્યા સુધીમાં ૨૨૧૯ પ્રવાસીઓનું ફોલોઅપ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તા.૨૬/૩/૨૦૨૦ના રોજ સાંજના ૪-૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૫ પ્રવાસીઓનું ફોલોઅપ કરતાં અત્યાર સુધીમાં કુલ ૨૨૩૪ પ્રવાસીઓનું ફોલોઅપ કરવામાં આવ્યું છે. જે પૈકી ૧૪૦૧ પ્રવાસીઓનું ઓબ્ઝર્વેશન પૂર્ણ કરવામાં આવેલ છે. જ્યારે ૮૩૩ પ્રવાસીઓ ઓબ્ઝર્વેશન હેઠળ છે.

કોરોના (સીઓવીઆઈડી-૧૯) અંતર્ગત જિલ્લામાં એકપણ કેસ પોઝીટીવ આવેલ ન હોવાનું જ્યારે તા.૨૫/૩/૨૦૨૦ના બપોરના ૪-૦૦ વાગ્યા સુધીમાં જિલ્લામાં ૧૯ દર્દીઓના સીઝનલફલુ/કોરોનાના નેગેટીવ રીપોર્ટ આવ્યા હતા. તેમાં તા.૨૫/૩/૨૦૨૦ના બપોરના ૪-૦૦ થી તા.૨૬/૦૩/૨૦૨૦ના ચાર વાગ્યા સુધીમાં વધુ છ દર્દીઓના સીઝનલફલુ/કોરોનાના રીપોર્ટ નેગેટીવ આવતાં જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનલફલુ/કોરોનાના ૨૫ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ર્ડા.એમ.ટી.છારીએ જણાવ્યું છે. 

આજે નોવેલ કોરોનાની મહામારીને ધ્યાને લઈને જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રમુખ તેમજ આરોગ્ય સમિતીના ચેરમેનની અધ્યક્ષતામાં જિલ્લા આરોગ્ય સમિતીની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં કોરોના વાયરસની મહામારીને લગતા અટકાયતી પગલાંઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

કયા તાલુકામાં કેટલા પ્રવાસીઓએ ઓબ્ઝવેશન પૂર્ણ કર્યું

તાલુકો

કુલ પેસેન્જર

ઓબ્ઝર્વેશન પૂર્ણ

ઓબ્ઝર્વેશન હેઠળ

આણંદ

૧૩૦૬

૮૬૦

૪૪૬

આંકલાવ

૩૬

૨૧

૧૫

બોરસદ

૨૮૩

૧૬૭

૧૧૬

ખંભાત

૨૨૨

૧૩૪

૮૮

પેટલાદ

૨૩૨

૧૨૬

૧૦૬

સોજિત્રા

૩૮

૨૪

૧૪

તારાપુર

૨૭

૧૫

૧૨

ઉમરેઠ

૯૦

૫૪

૩૬

કુલ

૨૨૩૪

૧૪૦૧

૮૩૩

Tags :