આણંદ જિલ્લાની 192599 પ્રાથમિક શાળાના બાળકોને પોષણ આહારનો લાભ મળશે
- જાહેર રજા સિવાયના સમયગાળા માટે ફૂડ સિક્યોરિટી એલાઉન્સ, અનાજનું વિતરણ કરાયું
આણંદ, તા.25 મે 2020, સોમવાર
ભારત સરકાર દ્વારા નિયત કરાયેલ તા.૪/૫/૨૦૨૦ થી તા.૭/૬/૨૦૨૦ સુધી કુલ ૩૪ દિવસ માટે પોષક આહાર જથ્થો પ્રાપ્ત થશે. ઉપરાંત ફૂડ સિક્યુંરિટી એલ્લાઉંનસ પેટે રૃા.૩.૮૪ કરોડ ઉપરાંતની રકમ વિદ્યાર્થી, બાળકોના બેંક ખાતામાં તાલુકાવાર મામલતદાર કચેરી દ્વારા જમા કરાવવામાં આવશે.
આણંદ જિલ્લામાં જિલ્લા કલેક્ટર દ્વારા આ મધ્યાહ્ન ભોજન યોજના નાયબ કલેક્ટર અને તેઓની ટીમે આણંદ જિલ્લામાં ધો.૧ થી ૫ના બાળકો માટે દૈનિક રૃા.૪.૯૭ અને ધો.૬ થી ૮ના ૧૯૨૫૯૯ વિદ્યાર્થીઓ માટે દૈનિક રૃા.૭.૪૫ લેખે કુલ રૃ.૩,૮૪,૦૮,૫૭૧ કરોડ રૃપિયા પ્રાથમિક શાળાના બાળકોને નાણાંકીય લાભ મળશે.
ભારત સરકાર દ્વારા ધોરણ ૧ થી ૫ માટે ૧૦૦ ગ્રામ (૫૦ ગ્રામ ઘઉં-૫૦ ગ્રામ ચોખા), ધોરણ ૬ થી ૮ માટે ૧૫૦ ગ્રામ (૭૫ ગ્રામ ઘઉં-૭૫ ગ્રામ ચોખા) અનાજનું પ્રમાણ નિયત કરવામાં આવેલ છે. અનાજ દરેક મધ્યાહ્ન ભોજન યોજના કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓના વાલી મારફતે સોશિયલ ડીસ્ટન્સીંગનું પાલન કરવામાં આવે છે અને વિતરણ કરવામાં આવે છે. અલાઉન્સ તથા અનાજનું વિતરણ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા (એન.એફ.એસ.એ.) હેઠળ આપવાનું થાય છે તે મુજબ જિલ્લા કલેક્ટર દ્વારા આણંદ જિલ્લાની ૧૦૬૭ જેટલી પ્રાથમિક શાળાના બાળકોને ફુડ સિક્યોરિટી અલાઉન્સ તથા અનાજનો જથ્થો વિતરણ માટે મંજુર કરવામાં આવેલ છે. જે અંતર્ગત આ તમામ બાળકોને નક્કી કરેલ દિવસ ફુડ સિક્યોરીટી અલાઉન્સ તરીકે તેઓના ખાતામાં જમા થશે અને અનાજ પણ આગામી મંગળવારથી વિતરણ શરૃ થશે.