ખંભાત તાલુકાના ઉંદેલગામ ખાતે કોરોનાનો 1 પોઝિટિવ કેસ નોંધાયો
- અત્યાર સુધી જિલ્લામાં કોરોના સંક્રમિત કુલ 112 કેસ
- ખંભાતના 42 વર્ષીય પુરૃષ કોરોના મુક્ત થતા રજા અપાઈ
આણંદ, તા. 9 જૂન 2020, મંગળવાર
આજે જિલ્લાનાં ખંભાત તાલુકાના ઉંદેલ ગામની બરોડા બેંક પાસે રહેતા ૭૪ વર્ષીય પુરૃષનો રીપોર્ટ પોઝીટીવ આવતા અત્યાર સુધી જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા ૧૧૨ થઈ જવા પામી છે.
આણંદ જિલ્લાના ખંભાત ખાતેના પીઠ બજારનાં રવાડીયાવાડ ખાતે રહેતા ૪૨ વર્ષીય પુરૃષ સાજા થતાં તેઓને રજા આપવામાં આવેલ છે. આમ જિલ્લામાં પોઝીટીવ કોરોના મુક્ત દર્દીઓની સંખ્યા ૯૧ થઈ છે. જ્યારે જિલ્લામાં કોરોના સંક્રમણને કારણે ૧૧ દર્દીઓ તેમજ ત્રણ નોન કોવીડ દર્દી મળીને કુલ ૧૪ દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.
જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનલફલુ / કોરોનાના ૩૩૯૨ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું અને કુલ કોવીડ- ૧૯ના ૩૫૦૪ સેમ્પલ તપાસ્યા હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. શાલિની ભાટીયાએ એક યાદી દ્વારા જણાવ્યું છે.
આજે જિલ્લામાં કોવીડ-૧૯ અંતર્ગત કુલ સાત દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે તે પૈકી બે દર્દીઓને કાર્ડીયાક કેર સેન્ટર ખંભાત ખાતે તેમજ પાંચ દર્દીઓને કરમસદ ખાતે આવેલ શ્રી ક્રિશ્ના હોસ્પિટલના આયસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
જે પૈકી કોરોના પોઝીટીવ ચાર દર્દીઓ ૦૨ ઉપર સારવાર હેઠળ છે. ૧ દર્દી વેન્ટીલેટર પર છે. જ્યારે ૨ દર્દીની સ્થિતિ હાલમાં સામાન્ય છે.