mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

સાવરકુંડલાના આગેવાન , પૂર્વ કૃષિ મંત્રીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન

Updated: May 19th, 2023

સાવરકુંડલાના આગેવાન , પૂર્વ કૃષિ મંત્રીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન 1 - image


ગુરૂવારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યા  બાદ એમના વતનના ગામે વિશાળ અંતિમયાત્રા નીકળી જેમાં અનેક આગેવાનો જોડાયા : લોકોએ સજળ નયને શ્રદ્ધાંજલિ અર્પી એમની કાર્યશૈલીને બિરદાવી

સાવરકુંડલા : અહીંના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કૃષિમંત્રીનું ગઈકાલે રાત્રે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતાં સાવરકુંડલા તાલુકામાંથી દિગ્ગજ ખેડૂત નેતાનો જીવનદીપ બુઝાઈ ગયાની સૌ કોઈએ લાગણી અનુભવી છે. આજ ે સાવરકુંડલાના વિજયાનગર ખાતે સદગતની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં અનેક લોકો સજળ નયને જોડાયા હતા.તેઓ તેમના પત્ની, ૨ દીકરા ,અને એક દીકરીને વિલાપ કરતા છોડી ગયા છે.

પૂર્વ કૃષિમંત્રી  વી.વી.વઘાસિયાની અંતિમક્રિયામાં ભાજપ કોંગ્રેસના નેતાઓ મોટી સંખ્યામાં જોડાઈને  ઉપસ્થિત  રહ્યા હતા. જેમાં વિધાનસભાના ઉપદંડક કૌશિક વેકરીયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, ધારાસભ્ય જે.વી.કાકડીયા, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણી, પૂર્વ ધારાસભ્ય મનસુખ ભુવા, ડો.ભરત કાનાબાર, કમલેશ કાનાણી, રિતેશ સોની, સહિતના નેતાઓ સાથે સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અંતિમ યાત્રામાં સામેલ થયેલા હતા.સદગતના પાર્થિવ દેહને અંતિમ યાત્રા વખતે ભાજપનો ધ્વજ શ્રદ્ધાંજલીના ભાગરૂપે રાખવામાં આવ્યો હતો. રાજકીય નેતાઓ દ્વારા સદગતને શ્રધાંજલિ અર્પીને અંતિમ યાત્રા શરૂ થઈ ત્યારે દરેકના મુખમાં સદગતની  કામ કરવાની શૈલી યાદ કરતા હતા. અરજદારો પ્રત્યે સહાનુભૂતિ દાખવનારા ખેડૂત નેતા સરકારમાં કૃષિમંત્રી પદ સંભાળ્યા બાદ પણ પોતાનું કાર્યાલય ચાલુ રાખીને સેવાની કામગીરી શરૂ જ રાખી હતી. 2012માં  વિધાનસભા લડયા ને ધારાસભ્ય બન્યા એે પછી 2016માં રૂપાણી સરકારમાં કૃષિમંત્રી પદે પદભાર સંભાળ્યો હતો. અગાઉ  2017માં ટિકિટ ન મળવા છતાં ખંત નિાથી પક્ષ પ્રત્યે કામગીરી કરનારા આ નેતામાં  રાજકીય નેતૃત્વ સાથે ધામકતા વધુ જોવા મળતી હતી .કોઈ સાધુ મહાત્મા વિજ્યાનગર આવે તો સંતોના ઉતારા તેમના  ઘરે જ હોય. જૈન સાધુ મહાત્મા ગાધકડાથી સાવરકુંડલા વિહાર કરવા નીકળે ત્યારે  ઉતારા, ગરમ પાણી, ગૌચરી ઓરાવાનો પૂરો લાભ તેઓને મળેલો હતા.

Gujarat