બાબરા: ખેડુતે દેણાના બોજથી ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
બાબરા, તા. 30 જુલાઈ 2020, ગુરુવાર
બાબરા તાલુકાના પાનસડા ગામના ખેડૂતે આર્થિક દેણું વધી જતા કંટાળી પોતાની વાડીના ફરઝાના આડસર સાથે દોરડું બાંધી ગળા ફાંસો ખાઈ જીવનનો અંત લાવતા પરિવારમાં આક્રંદ છવાયો હતો. પાનસડા રહેતા અને ખેતીકામથી ગુજરાન ચલાવતા ખેડૂત અમૃતભાઈ રાઘવભાઈ બોદર ઉ.વ.50ને આશરે રૂ. આઠ લાખ જેટલું દેણું થઈ ગયું હતું.
જેને ભરપાઈ કરવા તે આર્થિક રીતે સક્ષમ નહોતા. એ કારણે કંટાળી મનમાં લાગી આવતાં પોતાની વાડીના ફરઝાવાળા મકાનમાં લાકડાની આડી સાથે દોરડું બાંધી પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવ વિશે તેના પુત્ર દ્વારા પોલીસને જાણ કરવામાં આવતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે ખેડૂત પરિવારમાં ભારે શોક પ્રસરી ગયો હતો.