FOLLOW US

લાઠી, બાબરા અને દામનગર, વિધાનસભા બેઠક એક, પ્રશ્ન અનેક

- જ્યાં પાટીદાર અને કોળી સમાજના મતો નિર્ણાયક રહ્યા છે

Updated: Nov 8th, 2022

વિધાનસભા બેઠકનું અવલોકન

- અમરેલી જિલ્લામાં જયાં સૌથી વધુ ભાજપમાંથી ઉમેદવારોએ ટિકિટ માગી છે તે મત વિસ્તારનું રસપ્રદ અવલોકન

- લાઠીમાં ઔદ્યૌગિક એકમોનો અભાવ, બાબરામાં જીનીંગ મિલો આવી પણ ઝોન ન સ્થપાયું: દામનગરમાં વર્ષોથી રસ્તા બિસ્માર

અમરેલી

લાઠી વિધાનસભા બેઠકમાં ત્રણ શહેરોનો સમાવેશ થાય છે.લાઠી,બાબરા અને દામનગર. ત્રણ નગર પાલિકા વિસ્તારને આ બેઠક હેઠળ આવરી લેવામાં આવ્યો  છે. અહીં  પટેલ, દલિત, કોળી, લઘુમતી, ક્ષત્રિય,આહીર, ભરવાડ, લોહાણા જ્ઞાાતિઓ અહીં આવેલી છે. તેમાં ખાસ કરીને અહીં પટેલ,કોળી,દલિત અને ક્ષતિય જ્ઞાાતિનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે.આ બેઠક પર સૌથી વધુ પાટીદાર સમાજના મતો છે.જયારે બીજા ક્રમે કોળી સમાજ માટેના સમાવેશ થાય છે.તેવામા ભાજપ,કોંગ્રેસ કે આપ કોઈ પણ પક્ષ હોય તેમને જીત મેળવવા માટે પાટીદાર સમાજ કે કોળી સમાજના મતો નિર્ણાયક સાબિત થાય છે.

છેલ્લા ઘણા વર્ષોથી આ બેઠક પર ભાજપ હોય કે કોંગ્રેસ પાટીદાર સમાજમાંથી ઉમેદવાર મેદાનમાં ઉતારવાનું પસંદ કરે છે. પાટીદારોમાં સૌથી વધુ પ્રભુત્વ લેઉવા પટેલ સમાજનું આ બેઠક પર જોવા મળે છે.  આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પાટીદાર વર્સીસ પાટીદાર ચહેરાનો જંગ ખેલાય છે.

આ બેઠક પર ૨૦૦૨થી ૨૦૧૭ સુધીની ચૂંટણીઓમાં આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પાટીદાર સમાજને મહત્વ આપીને પાટીદાર ચહેરાઓને મેદાને ઉતાર્યા છે.આ વખતે કોળી સમાજ,માલધારી સમાજમાંથી પણ ટિકિટ માંગ ઉઠી રહી છે.

આ બેઠક પર લાઠી,દામનગર વિસ્તાર ભાજપનો ગઢ માનવામાં આવતો હોય છે અહીંથી ભાજપને વધુ ફાયદો મળે છે.જયારે બાબરા પંથકમાં કોંગ્રેસ વધુ ફાયદો મેળવે છે.જોકે આ વખતે આપ મેદાનમાં ઉતારતા નવું જ ચિત્ર સામે આવી શકે છે.

ચુંટણીનુ રસપ્રદ પુર્વાવલોકન:- 

હાલ આ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ કદાવર નેતા વીરજી ઠુંમર ધારાસભ્ય છે.પાટીદાર ઇફેક્ટ અને તેમના વર્ચસ્વને કારણે તેઓ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપના ઉદ્યોગપતિ ઉમેદવાર ગોપાલ વસ્તાપરા સામે ૯૩૪૩ મતોથી બેઠક પર વિજય થયા હતા.વીરજી ઠુંમરને ૬૪૭૪૩ મતો મળ્યા હતા જયારે ભાજપના ગોપાલ વસ્તપરાને ૫૫,૪૦૦ મતો મળ્યા હતા.

તો ૨૦૧૨ની વિધાનસભાની વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી બાવકુભાઈ ઊંધાડ તેમજ કોંગ્રેસ પક્ષમાંથી ખોખરીયા વાલજીભાઈ  ચૂંટણી લડયા હતા જેમાં ભાજપના બાવકુભાઈ ઊંધાડ ને ૪૮૭૯૩ જેટલા મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના વાલજીભાઈને ૪૬૦૨૯ જેટલા મત મળ્યા હતા.આમ બાવકુભાઈ ઊંધાડ ૨૭૦૦ જેટલા મતે જીત્યા હતા.બાવકુભાઈ ઊંધાડ પહેલા કોંગ્રેસમાં હતા અને ત્યાર બાદ  તેઓ ભાજપમાં જોડાયા હતા.જેથી ૨૦૧૪માં પેટા ચૂંટણી થઇ હતી અને લાઠી બેઠક ઉપર સારું પ્રભુત્વ ધરાવતા બાવકુભાઈ ને ભાજપ પક્ષે આવકારીને ટીકીટ આપતા તેઓ ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલ અને ટિકિટ મેળવનાર પૂર્વ ધારાસભ્ય હનુભાભા ધોરાજીયા સામે જીત મેળવી હતી.બાવકુ ઉંઘાડને ૫૯૭૨૨ મતો મળ્યા હતા જયારે કોંગ્રેસના હનુભાઈને ૫૭,૦૯૬ મતો મળ્યા હતા જેથી ૨૬૨૬ મતોથી બાવકુ ઉંઘાડએ જીત મેળવી હતી.

જોકે ત્યાર બાદ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં બાવકુ ઉંઘાડએ અમરેલી-વડિયા વિધાનસભા સીટ પસંદ કરી અને તેઓએ કોંગ્રેસના પરેશ ધાનાણી સામે જંપલાવ્યું અને હારનો સામનો કર્યો.ત્યાર બાદ લાઠી વિધાનસભા બેઠક પર કોંગ્રેસના વીરજી ઠુંમરએ જીત મેળવી  હતી. 

 મત વિસ્તારમાં ી-પુરૂષ અને નવા મતદારની સંખ્યા

આ બેઠક પર કુલ મતદારો - ૨૨૩૬૫૩ પુરુષ મતદારો - ૧૧૬૧૫૭ ી મતદારો - ૧૦૭૪૯૬ જેમાં નવા પુરુષ મતદારો - ૧૩૦૦ ી મતદારો - ૧૪૭૮ કુલ નવા નોંધાયેલ મતદારો - ૨૫૯૦ થાય છે.

આ વિસ્તારની મુખ્ય સમસ્યાઓ:-

લાઠી, બાબરા તેમજ દામનગરમાં અનેક સમસ્યાઓ છે.બાબરાની વાત કરીએ તો અહીં જીનિગ મિલો ઘણી બધી છે. અગાઉ સરકાર ના મંત્રીઓ અહીં આવ્યા ત્યારે બાબરામાં જીનિગ ઈન્ડસ્ટ્રી સ્થાપવાની વાત કરી હતી પરંતુ હજુ સુધી કોઈ ઠેકાણા નથી. તો લાઠીમા પણ કોઈ ઔધોગિક એકમો નથી જેના લીધે સ્થાનિકોને રોજીરોટી મળે. દામનગરની વાત કરીએ તો અહીં રોડ, રસ્તા, ગટર વગેરે પ્રાથમિક સુવિધાઓનો અહીં અભાવ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ખેડૂતો પણ વીજળી સહીત રોઝ,ભૂંડ જેવા જંગલી પશુઓના ત્રાસથી પરેશાન છે.

કેવા ઉમેદવાર જીતી શકે છે તેનો અંદાજ:-

આ વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાંથી ચાલુ ધારાસભ્ય વીરજી ઠુંમરનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ભાજપમાંથી પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉંઘાડ,લાઠી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જનક તળાવિયા, ઉદ્યોગપતિ ગોપાલ વસ્તપરા,જુના સંગઠનના આગેવાન મયુર હિરપરા તેમજ પીએમ મોદીના નજીક માનવામાં આવતા અને ટ્વીટર પર પણ મોદી જેમને ફોલો કરે છે.તેવા ડો.ભરત કાનાબાર એ પણ લાઠી બેઠક પર ટિકિટ માંગી છે.આ ઉપરાંત જીલ્લામાં સૌથી વધુ આ બેઠક પર ૨૦ જેટલા દાવેદારો એ ટિકિટ માંગી છે.જેથી ભાજપમાં દાવેદારોનો રાફડો ફાટયો છે. જયારે આપ દ્વારા આ બેઠક પર જયસુખભાઇ દેત્રોજાને ઉતારવામાં આવ્યા છે. જેથી આ બેઠક પર ત્રિપાંખિયો જંગ સર્જાઈ શકે છે.

આ બેઠક પર સ્થાનિક સમસ્યાઓ ઘણી બધી છે.  નાના અને મધ્યમવર્ગ તેમજ ખેડૂતોનો વિસ્તાર છે. જેથી તેમને સ્પષ્ટતા મુદાઓ સાથે જે ઉમેદવાર મેદાને ઉતરશે અને ત્રણેય પાર્ટીઓમાં અંદરખાને ચાલતા પ્રશ્નોને સંભાળી અને જે કોઈ પણ ઉમેદવાર મેદાને આવશે તે જીત નિશ્ચિત છે.

Gujarat
English
Magazines