અમરેલી: દુધાળા ગામ નજીક નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કારચાલકની ટક્કરે મોપેડ ચાલકનું ઘટનાસ્થળે મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Jafrabad Dudhala Road Accident: અમરેલી જિલ્લાના જાફરાબાદના દુધાળા ગામ નજીક નેશનલ હાઈવે ઉપર પુરપાટ ઝડપે આવી રહેલા કારચાલકે મોપેડને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં મોપેડ ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દુધાળા ગામ નજીક નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત
મળતી માહિતી મુજબ, નેશનલ હાઈવે પર અકસ્માતને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક મોપેડ ચાલક ઉનાનો રહેવાસી વાલજી નામનો વ્યક્તિ હોવાનું જણાય છે.
કારચાલકની ટક્કરે મોપેડ ચાલકનું ઘટનાસ્થળે મોત
ઘટનાની જાણ થતાં જ નાગેશ્રી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકને મૃતદેહને પીએમ અર્થે જાફરાબાદ સરકારી હોસ્પિટલ ખાતે મોકલીને કારચાલકની શોધખોળ હાથ ધરી છે.




