Amreli

રાજુલા તાલુકા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સામે દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગની ફરિયાદ

By GS Team
21 Nov 20262 mins read
TukuTouch Logo
અમરેલી : રાજકીય પક્ષમાં હોદ્દો મળ્યાના ગણતરીના દિવસોમાં જ ગંભીર ગુનાના આક્ષેપોનો સામનો કરવાનો વારો આવતાં રાજુલા તાલુકાના ભાજપના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ વિક્રમ વિહાભાઈ સાંખટ વિવાદમાં સપડાયા છે. ખાંભા પોલીસ સ્ટેશનમાં તેમની સામે એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજુલા તાલુકા ભાજપના મીડિયા ઇન્ચાર્જ સામે દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગની ફરિયાદ

અમરેલી : રાજકીય પક્ષમાં હોદ્દો મળ્યાના ગણતરીના દિવસોમાં જ ગંભીર ગુનાના આક્ષેપોનો સામનો કરવાનો વારો આવતાં રાજુલા તાલુકાના ભાજપના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ વિક્રમ વિહાભાઈ સાંખટ વિવાદમાં સપડાયા છે. ખાંભા પોલીસ સ્ટેશનમાં તેમની સામે એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
ખાંભા પંથકમાં રહેતી પીડિત મહિલાએ પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, રાજુલા તાલુકાના વાવેરા ગામનો વિક્રમ સાંખટ રાત્રિના સમયે તેના ઘરે પહોંચ્યો હતો. ઘરનો દરવાજો ખખડાવી પોતાની સાથે પોલીસ હોવાનો ડર બતાવી અંદર ઘુસી આવ્યો હતો. ત્યારબાદ મહિલાને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને રસોડામાં લઈ જઈ તેણીની મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. મહિલાના જણાવ્યા મુજબ, આ એક વખતની ઘટના ન હતી, પરંતુ આરોપી દ્વારા વારંવાર તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા. આ ગંભીર આક્ષેપોના આધારે ખાંભા પોલીસે દુષ્કર્મ સહિતની ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અહીં નોંધનીય છે કે, આરોપી વિક્રમ સાંખટને થોડા દિવસો અગાઉ જ રાજુલા તાલુકા ભાજપના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. નવી રાજકીય જવાબદારી સંભાળ્યાના ટૂંકા ગાળામાં જ તેમની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતાં ભાજપના સ્થાનિક સંગઠનમાં પણ આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

ભાજપનાં મીડિયા ઈન્ચાર્જના હોદ્દા પરથી હકાલપટ્ટી
રાજુલા તાલુકા ભાજપના મીડિયા ઇન્ચાર્જ વિક્રમ સાંખટ સામે ખાંભા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવવાના મામલે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. આ સમગ્ર મામલે અરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ભાજપ આગેવાન વિક્રમ સાંખટ સામે ગંભીર ગુનાની ફરિયાદ નોંધાઈ હોવાની જાણ થતાં જિલ્લા ભાજપ દ્વારા તેને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.