For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બાબરાનાં વેપારીને હનીટ્રેપમાં ફસાવવા કારસોઃ મહિલા સહિત પાંચ ઝડપાયા

Updated: Jan 3rd, 2023

Article Content Image

- પોલીસને જાણ થતાં સીસીટીવી ફુટેજનાં આધારે પગેરૂં દબાવ્યું

- મહેસાણા પંથકની ચીટર ગેંગે વેપારીનું અપહરણ કરીને પોલીસને ડર બતાવી રૂા.એક કરોડ માંગ્યા, બાદમાં કોરા ચેકમાં સહી કરાવી લીધી 

અમરેલી: બાબરામાં એક વેપારીને હનીટ્રેપમાં ફસાવી બદનામ કરવાની ધમકી આપી મોટી રકમ હેઠવાની લાલચમાં લાગેલી ટોળકીનો ભાંડો ફૂટી ગયો હતો.સીસીટીવી કેમેરા અને વર્ણનને આધારે પોલીસે ગણતરીની કલાકોમાં મહેસાણા પંથક એક મહિલા સહિત પાંચ શખ્સોને પકડી પાડયા હતા.શાતીર આરોપીઓનો પ્લાન નિષફળ ગયો હતો અને હવે જેલની હવા લોકઅપની હવા ખાવાનો વારો આવ્યો હતો. 

આ ઘટના બાબરાના કરિયાણા રોડ પર બની હતી.બાબરામાં ઇલેક્ટ્રોનિક્સ રિપરિંગનો ધંધો કરતા એક ૪૨ વર્ષીય વે૫ારી  સાથે મનીષા નામની યુવતીએ અમદાવાદની રહેવાસી હોવાની ઓળખાણ બતાવી ફોનમાં જમીન અને ગાયની લે-વેચની વાતો કરી, મળવું છે.તેવી મીઠી મીઠી વાતો કરી હતી. તે બાદમાં બાબરા વિસ્તારમાં ફરવા આવી હોવાની વાત કરી વેપારીને બોલાવી  શરીર સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આ વેપારીએ ના પાડી પરત ઘરે આવી રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા ચાર ઈસમોએ ઇકો કારમાં આવી તેનું અપહરણ કરી અને ચાવંડ,ઢસા,ગઢડા મુકામે લઇ જઈને અલગ-અલગ અવાવરુ જગ્યાઓ પર પ્રથમ એક કરોડ, બાદમાં ૫૦ લાખ અને ત્યાર બાદ ૫ લાખની માંગણી કરી જો પૈસા નહિ આપે તો જાનથી મારી નાખવાની તથા પોલીસમાં હોવાની ઓળખાણ આપી અને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. બળજબરીથી મિલ્કત કઢાવી લેવા અટકાયતમાં રાખી અને તેણે મનીષા નામની યુવતી સાથે શરીર બાંધલ હોવાની બળજબરીથી કબુલાત કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત વેપારીના દીકરા સાથે વાત કરાવી અને મુક્તિ મેળવવામાં માટે કોરા ચેક મેળવી લઈને પોલીસ ન હોવા છતાં પણ ખોટા ઢોંગ કર્યા હતા.આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

જોકે આ  મામલો બાબરા પોલીસ મથક ખાતે પહોંચતા પોલીસે સીસીટીવી કેમેરાની માધ્યમથી ચોક્કસ માહિતી મેળવી બાબરા નજીકથી રાજકોટ-ભાવનગર હાઇવે પર અવાવરું જગ્યામાં ઇકો કાર સાથે એક મહિલા સહિત પાંચ જેટલા શખ્સોને  પકડી પાડી અને અટકાયત કરી હતી. આ પકડાયેલા લોકો પાસેથી પોલીસે અલગ-અલગ કંપનીના પાંચ મોબાઈલ જેની કિંમત રૂ.૨૫૦૦૦,એક લાકડી રૂ.૨૫ તેમજ ઈકો ફોરવીલ તેની કિંમત રૂ.૪ લાખ,૬ જેટલા કોરા ચેક મળી કુલ ૪,૨૫,૦૧૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે તુષારભાઇ પરશોતમભાઇ પટેલ (ઉ.વ.૨૯ ધંધો - જમીન દલાલી રહે. ગામ કુંડાળ  ઘનશ્યામ નગર સોસાયટી નંદાસન રોડ કીનારા સીનામાની પાછળ તાલુકો કડી જી.મહેસાણા ,૨)  મહેન્દ્રસિંહ ઉર્ફે લાલભાઇ ધિરૂજીભાઇ લક્ષમણભાઇ રાઠોડ (ઉ.વ.૨૫ ધંધો - માલ ઢોર અને ખેતી રહે. વસઇ ડાભલા ચામુંડા નગર સોસાયટી ડાભલા તા. વિજાપુર જી.મહેસાણા) શૈલેષભાઇ સન/ઓફ રમેશભાઇ વિહાભાઇ રબારી (ઉ.વ.૧૯ ધંધો - માલ ઢોરનો રહે.ગામ રાજપુર તાકડી જી. મહેસાણા), સાહીલ પંકજભાઇ બળદેવભાઇ પટેલ (ઉ.વ.૩૦ ધંધો - એસી રીપેરીંગ રહે. હાલ કડી વાતસ્લય બંગ્લોઝ કડીકરણ નગર રોડ તા. કડી જી. મહેસાણા મુળ કૃષ્ણનગર કટોસણ તા. જોટાણા જી.મહેસાણા ૫) ચંદાબેન ઉર્ફે સંજુ ઉર્ફે મનીષા વાઇફ/ઓફ સંજયભાઇ ચંદુભાઇ રાઠોડ (ઉ.વ.૩૭) ને પકડી પાડયા હતા. 

આ ઉપરાંત વધુ વિગતો મેળવવા માટે પોલીસે સાત  દિવસના રિમાન્ડની માંગ પણ કરવામાં આવી હતી..આ ઉપરાંત અન્ય પણ કોઈ લોકો આ ષડયંત્રમાં સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો


Gujarat