અમરેલી જિલ્લામાં કાચો માલ ન મળતા હીરાના 400 કારખાનાઓને અસર
અમેરિકાએ રશિયા પર જુદા જુદા પ્રતિબંધ લાગુ પાડતા કટોકટી ડોલરથી પેમેન્ટ ન થતાં કાચો માલ બંધ થયો, જેના કારણે હીરાનાં કારખાનાઓ ચલાવવા મુશ્કેલ
અમરેલી, : યુક્રેન- રશિયા વચ્ચે ચાલતા યુદ્ધની અસર હવે ચાલુ થઇ છે. અમેરિકાએ રશિયા પર મુકેલા કેટલાક નિયંત્રણોને લીધે અમરેલી જિલ્લાના હીરા ઉદ્યોગને કાચો માલ મળતો બંધ થયો હોવાથી કારખાનેદારો ,કારીગરોની રોજગારી પર અસર જોવા મળી રહી છે.
આ સમગ્ર પરિસ્થિતિને લઈએં સાવરકુંડલા ડાયમંડ એસોસીએશનના પ્રમુખે જણાવ્યું હતું કે,રશિયાથી 60 ટકા હીરાનો કાચો માલ આવતો હતો.જે માલ પુરતા પ્રમાણમાં આવતોે નથી.જેના કારણે નાના-મોટા 400 જેટલા હીરાના કારખાનાઓ અને હજારો કારીગરો પર અસર થઇ રહી છે.હાલ કારખાનાઓ ચલાવવા મુશ્કેલ બન્યા છે.ખાસ કરીને અમેરિકાએ રશિયા પર કેટલાક નિયંત્રણો લાદવાના કારણે ડોલરથી પેમેન્ટ થતું નથી અને તેના કારણે કાચો માલ બંધ થયો છે.જેના કારણે કારખાનાઓ ચલાવવા મુશ્કેલ બન્યા છે.
સમગ્ર જિલ્લામાં ૪૦૦થી વધુ હીરાના કારખાનાઓ આવેલા છે .અને હજારો લોકોને હીરા ઉદ્યોગ થકી રોજગારી મળી રહી છે .પરંતુ હીરા ઉદ્યોગને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ગ્રહણ લાગ્યું છે.એક વર્ષ કરતા પણ વધુ સમય થઇ ચુક્યો છે.ત્યારે આ યુદ્ધ રત્નકલાકારોની રોજગારી પરઅસર પાડી રહ્યું છે. લાંબા સમયથી એક જ કામ જાણતા અને હીરા ઉદ્યોગ સાથે કારીગરો ે અન્ય કોઈ કામ કરી શકતા નથી.ત્યારે હાલ હીરા ઉદ્યોગમાં કેટલાક કારણોસર કાચો માલ ન મળતો હોવાને કારણે કારીગરોને પૂરતું કામ હીરાઉદ્યોગકારો આપી શકતા નથી.જેના કારણે મુશ્કેલી સર્જાઈ છે.તેવામાં હાલ કારખાનેદારોની સ્થતિ કફોડી બની છે.તેવામાં સરકાર દ્વારા કારખાનેદારોને ફાયદો મળે તેવું પેકેજ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.