Ahmedabad

દિવાળી-છઠ પૂજા પર બિહાર જનારા મુસાફરોને મોટી રાહત, પશ્ચિમ રેલવે અમદાવાદ-ઝંઝારપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે

By GS Team
5 Nov 20261 min read
TukuTouch Logo
દિવાળી-છઠ પૂજામાં મુસાફરોની ભીડ ઘટાડવા પશ્ચિમ રેલવે દ્વારા નિર્ણય લેવાયો છે. અમદાવાદ અને બિહારના ઝંઝારપુર વચ્ચે 09437/09438 નંબરની સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. આ અનરિઝર્વ્ડ ટ્રેન કુલ 4 ફેરા કરશે, જે હજારો પ્રવાસીઓને સીધો લાભ આપશે. 6 અને 13 નવેમ્બરે અમદાવાદથી, જ્યારે 8 અને 15 નવેમ્બરે ઝંઝારપુરથી ટ્રેન ઉપડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળી-છઠ પૂજા પર બિહાર જનારા મુસાફરોને મોટી રાહત, પશ્ચિમ રેલવે અમદાવાદ-ઝંઝારપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે
પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Jhanjharpur Special Train: દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને બિહારના ઝંઝારપુર વચ્ચે વિશેષ ભાડા સાથે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવાયો છે. ટ્રેન સંખ્યા 09437/09438 અમદાવાદ-ઝંઝારપુર વચ્ચે કુલ 4 ફેરા દોડશે. આ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ (જનરલ) રહેશે, જેનાથી કન્ફર્મ ટિકિટ વિના મુસાફરી કરવા મજબૂર હજારો પ્રવાસીઓને સીધો લાભ મળશે.

સમયપત્રક અને ફેરાની વિગત

  • અમદાવાદથી ઝંઝારપુર (09437): 6 અને 13 નવેમ્બર (શુક્રવાર)ના રોજ અમદાવાદથી રાત્રે 23:55 વાગ્યે રવાના થશે અને રવિવારે બપોરે 15:00 વાગ્યે ઝંઝારપુર પહોંચશે.
  • ઝંઝારપુરથી અમદાવાદ (09438): 8 અને 15 નવેમ્બર (રવિવાર)ના રોજ ઝંઝારપુરથી સાંજે 17:00 વાગ્યે ઉપડશે અને મંગળવારે સવારે 09:30 વાગ્યે અમદાવાદ પરત આવશે.

આ મુખ્ય સ્ટેશનો પર સ્ટોપેજ મળશે

બંને દિશામાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, સિહોર, સંત હિરદારામ નગર, વિદિશા, બીના, દમોહ, કટની મુડવારા, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, બક્સર, આરા, દાનાપુર, પાટલીપુત્ર, સોનપુર, હાજીપુર, મુઝફ્ફરપુર, સમસ્તીપુર, દરભંગા અને સકરી સ્ટેશનો પર ઊભી રહેશે.