Ahmedabad

દિવાળી વેકેશન બાદ પરત ફરતા મુસાફરો માટે રાહત: અમદાવાદ મંડળની 4 જોડી ટ્રેનોમાં વધારાના AC અને સ્લીપર કોચ જોડાશે

By GS Team
12 Nov 20262 mins read
TukuTouch Logo
દિવાળી વેકેશન બાદ મુસાફરોની ભીડને ધ્યાને લઈ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મહત્ત્વનો નિર્ણય લીધો છે. 13 થી 17 નવેમ્બર દરમિયાન 4 જોડી ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના 8 કોચ જોડવામાં આવશે. આ કોચમાં થર્ડ AC અને સ્લીપર ક્લાસનો સમાવેશ થાય છે. આ સુવિધાથી ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્રથી અમદાવાદ-ગાંધીનગર પરત ફરતા હજારો મુસાફરોને કન્ફર્મ સીટ મળી શકશે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળી વેકેશન બાદ પરત ફરતા મુસાફરો માટે રાહત: અમદાવાદ મંડળની 4 જોડી ટ્રેનોમાં વધારાના AC અને સ્લીપર કોચ જોડાશે

Western Railway Ahmedabad Extra Coaches Diwali: દિવાળીના તહેવારો અને વેકેશન પૂર્ણ થતા હવે બહારગામ ફરવા ગયેલા મુસાફરો પરત ફરી રહ્યા છે. ટ્રેનોમાં વધતા જતા ધસારા અને વેઇટિંગ લિસ્ટને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા 4 જોડી (કુલ 8) ટ્રેનોમાં હંગામી ધોરણે વધારાના થર્ડ AC અને સ્લીપર કોચ જોડવાનો નિર્ણય લેવાયો છે. 13 થી 17 નવેમ્બર દરમિયાન આ વધારાના કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે, જેનાથી હજારો મુસાફરોને કન્ફર્મ સીટ મળી શકશે.

કઈ ટ્રેનમાં કેટલા કોચ વધારાયા

અમદાવાદ મંડળની યાદી મુજબ નીચેની ટ્રેનોમાં નિર્ધારિત તારીખો મુજબ વધારાના કોચ લાગશે.

  • 19223 સાબરમતી - શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ: 13 અને 14 નવેમ્બરના રોજ 1 થર્ડ AC અને 1 સ્લીપર કોચ.
  • 19224 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા - સાબરમતી એક્સપ્રેસ: 15 અને 16 નવેમ્બરના રોજ 1 થર્ડ AC અને 1 સ્લીપર કોચ.
  • 09424 અમદાવાદ - મંગલુરુ સ્પેશિયલ: 13 નવેમ્બરના રોજ 2 સ્લીપર કોચ.
  • 09423 મંગલુરુ - અમદાવાદ સ્પેશિયલ: 14 નવેમ્બરના રોજ 2 સ્લીપર કોચ.
  • 22957 ગાંધીનગર કેપિટલ - વેરાવળ એક્સપ્રેસ: 16 અને 17 નવેમ્બરના રોજ 1 સ્લીપર કોચ.
  • 22958 વેરાવળ - ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ: 13 અને 14 નવેમ્બરના રોજ 1 સ્લીપર કોચ.
  • 19411 ગાંધીનગર કેપિટલ - દૌલતપુર ચોક એક્સપ્રેસ: 14 અને 15 નવેમ્બરના રોજ 1 સ્લીપર કોચ.
  • 19412 દૌલતપુર ચોક - ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ: 15 અને 16 નવેમ્બરના રોજ 1 સ્લીપર કોચ.

તહેવારોની રજાઓ બાદ ખાસ કરીને ઉત્તર ભારત (કટરા, દૌલતપુર ચોક), દક્ષિણ ભારત (મંગલુરુ) અને સૌરાષ્ટ્ર (વેરાવળ) તરફથી અમદાવાદ અને ગાંધીનગર પરત ફરનારા મુસાફરોની સંખ્યા વધુ હોય છે. આવી પરિસ્થિતિમાં આ ટ્રેનોમાં વધારાના કોચ જોડાતા વેઈટિંગ ટિકિટ ધરાવતા અનેક પેસેન્જરોને કંફર્મ ટિકિટ મળી રહેશે.