ગુજરાતની જાણીતી કંપની પર સાયબર હુમલો કરી હેકરે 30 કરોડની ખંડણી વસૂલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime news: ગુજરાતની એક જાણીતી ફાર્મા કંપનીની કોમ્પ્યુટર સિસ્ટમ પર સાયબર એટેક કરીને તમામ ડેટા હેક કરીને 30 કરોડની માતબર રકમની હેકર્સ દ્વારા વસુલવામાં આવીની વિગતોે સામે આવી છે. જે અંગે અમદાવાદના પશ્ચિમ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવતા સાયબર એક્સપર્ટની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ હેકર્સે ફાર્મા કંપનીના મેડીસીન મોડયુલના ડેટા પણ હેક કર્યા હતા.
ગુજરાતની એક જાણીતી ફાર્મા કંપનીમાં ચાઇનીઝ હેકર્સ દ્વારા સાયબર એટેક કરીને ફાર્મા કંપનીના તમામ ડેટા અને ખાસ કરીને મેડીસીનના મોડયુલની કંપનીની મહત્વની વિગતો હેક કરી હતી. જેના કારણે કંપનીની સિસ્ટમ ખોરવાઇ ગઇ હતી. બાદમાં આ ડેટા પરત કરવાના બદલામાં 30 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. ત્યારે કરોડો રૂપિયાના ડેટા પરત મેળવવા માટે કંપની દ્વારા આ માતબર રકમ ક્રિપ્ટોના વોલેટથી ચુકવવામાં આવ્યા હોવાની ચર્ચા છે.
સાયબર એટેક અંગે અમદાવાદના પશ્ચિમ વિસ્તારના એક પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જો કે કરોડોની ખંડણી વસુલવામાં આવી હોવાથી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ તેમજ સાયબર એક્સપર્ટની ખાસ ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ આ કેસની તપાસ સંવેદનશીલ રીતે ચલાવવામાં આવી રહી છે. જેથી તેની વિગતો હાલ જાહેર થઇ શકે તેમ નથી. પરંતુ, હાલ ખંડણીના નાણાં બ્લોક કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે.




