Ahmedabad

અમદાવાદ: આણંદના પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસના જામીન કોર્ટે ફગાવ્યા, ₹3.68 કરોડની અપ્રમાણસર મિલકત કેસમાં હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં

By GS Team
2 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે આણંદના પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની ₹3.68 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત કેસમાં નિયમિત જામીન અરજી નામંજૂર કરી છે. ACB દ્વારા 4133 પાનાનું ચાર્જશીટ રજૂ કરાયા બાદ કોર્ટે ગુનાની ગંભીરતા અને દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. કેતકી વ્યાસે સત્તાનો દુરુપયોગ કરી 71.23% વધુ મિલકતો વસાવી હતી, જેના કારણે તેઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: આણંદના પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસના જામીન કોર્ટે ફગાવ્યા, ₹3.68 કરોડની અપ્રમાણસર મિલકત કેસમાં હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં

Ketki Vyas Former Anand Additional Collector Bail Rejected: આણંદના તત્કાલિન નિવાસી અધિક કલેક્ટર(વર્ગ-1) કેતકી વ્યાસ વિરુદ્ધ લાંચ રુશ્વત વિરોધી બ્યુરો(ACB) દ્વારા નોંધાયેલા ₹3.68 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત(DA) કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે ચાર્જશીટ રજૂ થયા બાદની નિયમિત જામીન અરજી પણ નામંજૂર કરી છે. ACB દ્વારા કોર્ટમાં 4133 પાનાનું ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા બાદ આરોપીએ જેલમુક્ત થવા કરેલી કાનૂની કવાયત નિષ્ફળ રહી છે. કોર્ટે ગુનાની ગંભીરતા અને દસ્તાવેજી પુરાવા ધ્યાને રાખી આરોપીને જામીન પર મુક્ત કરવાનો ઇનકાર કર્યો છે.

આણંદના પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસના જામીન કોર્ટે ફગાવ્યા

ACB દ્વારા સરકારી અધિકારીઓ સામે શરૂ કરાયેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત અમદાવાદ શહેર ACB પોલીસ સ્ટેશનમાં 22 જૂન 2026ના રોજ ગુનો નોંધાયો હતો. તપાસ દરમિયાન કેતકી વ્યાસે સત્તાનો દુરુપયોગ કરી પોતાના તથા સગા-સ્નેહીઓના નામે રૂ.3.68 કરોડની સ્થાવર-જંગમ અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનું ખુલ્યું હતું, જે તેમની કાયદેસરની આવક કરતાં 71.23% વધુ હતી.

₹3.68 કરોડની અપ્રમાણસર મિલકત કેસમાં હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં

ગુનો દાખલ થયા બાદ નાસતા ફરતા કેતકી વ્યાસની આગોતરા જામીન અરજી સિટી સેશન્સ કોર્ટે 7 જુલાઈ 2026ના રોજ અને ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટે 4 ઓગસ્ટ 2026ના રોજ ફગાવી દીધી હતી. જે બાદ ACBએ 12 ઓગસ્ટ 2026ના રોજ તેમની ધરપકડ કરી હતી. દરમિયાન તપાસ અધિકારીએ 3 ઓક્ટોબર 2026ના રોજ સિટી સેશન્સ કોર્ટ (ભદ્ર) ખાતે 4133 પાનાનું ડિફોલ્ટ બેઇલ ચાર્જશીટ રજૂ કર્યું હતું. ચાર્જશીટ ફાઇલ થયા બાદ કેતકી વ્યાસે ફરીથી રેગ્યુલર જામીન માટે સિટી સેશન્સ કોર્ટમાં દાદ માગી હતી, જે અરજી કોર્ટે 26 ઓક્ટોબર 2026ના રોજ નામંજૂર કરતાં તેઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.