Ahmedabad

AMCની વિવિધ કમિટીઓના હોદ્દેદારો જાહેર: જ્ઞાતિ અને ઝોનના સમીકરણો સાધવાનો પ્રયાસ, જુઓ સંપૂર્ણ યાદી

By GS TEAM
25 Jun 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 11 કમિટીઓના 16-16 સભ્યોની આજે બપોરે 12 વાગ્યે મળેલી સામાન્ય સભામાં સત્તાવાર જાહેરાત કરાઈ. AMTS કમિટીના ચેરમેન તરીકે પરાગ નાયકની નિમણૂક થઈ. રોડ-બિલ્ડિંગ, વોટર સપ્લાય, ટાઉન પ્લાનિંગ સહિતની કમિટીઓમાં ચેરમેન-ડેપ્યુટી ચેરમેનની પરંપરાગત નિમણૂક કરાઈ. આ નિર્ણયોથી મહત્ત્વના મુદ્દાઓ પર કામગીરી વેગવાન બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

AMCની વિવિધ કમિટીઓના હોદ્દેદારો જાહેર: જ્ઞાતિ અને ઝોનના સમીકરણો સાધવાનો પ્રયાસ, જુઓ સંપૂર્ણ યાદી

Ahmedabad Municipal Corporation News:  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી કમિટીઓના સભ્યોની આજે બપોરે 12 વાગ્યે મળનારી સામાન્ય સભામાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ બોર્ડની બેઠક અને બપોર પછી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ યોજાઇ હતી. જેમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા. આજના દિવસે મુખ્યત્વે રોડ એન્ડ બિલ્ડિંગ, વોટર સપ્લાય, ટાઉન પ્લાનિંગ, હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ, રેવન્યુ, મહિલા બાળ વિકાસ અને લીગલ સહિતની 11 જેટલી મહત્ત્વપૂર્ણ કમિટીઓ માટે 16-16 સભ્યોના નામ જાહેર થયા હતા. પરંપરા મુજબ, આ નામોની યાદીમાં પ્રથમ બે ક્રમે આવતા કોર્પોરેટરોને અનુક્રમે ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનનો હોદ્દો સોંપવામાં આવે છે. આ સાથે જ અગાઉના કોર્પોરેટરોને સ્થાન આપીને AMTS કમિટીના ચેરમેન અને અન્ય 8 સભ્યોના નામો પર પણ મહોર મારવામાં આવી હતી. 

AMTS ના ચેરમેન તરીકે પરાગ નાયકની નિમણૂક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય 11 જેટલી કમિટીઓના સભ્યોની જાહેરાત કરવામાં આવી છે. સામાન્ય સભા પહેલા સત્તાધારી પક્ષ ભાજપની મળેલી એજન્ડા બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, હિતેશ બારોટ સહિતના સંગઠનના પદાધિકારીઓ દ્વારા કમિટીઓના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનના નામ સહિત સભ્યોની જાહેરાત કરવામાં આવી હતી. AMTS કમિટીના ચેરમેન તરીકે શહેર ભાજપ પૂર્વ મહામંત્રી પરાગ નાયકની નિમણૂક કરવામાં આવી હતી. 

મ્યુ. કોર્પોરેશનની 11 પેટા કમિટીઓના સભ્યોની જાહેરાત

સામાન્ય સભામાં સૌપ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ( AMTS) કમિટીના સભ્યોની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 11 પેટા કમિટીઓના સભ્યોના નામની જાહેરાત કરી હતી. વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલમાં પાંચ સભ્યો અને વેટરનીટી હોસ્પિટલમાં બે સભ્યોની પણ જાહેરાત કરવામાં આવી હતી. 

AMC.png
AMC1.png