Ahmedabad

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે ફરી નબીરાનો આતંક! ફૂલ સ્પીડમાં ગાડી હંકારી 3 કાર ફંગોળી, પછી હોસ્પિટલમાંથી ફરાર

By GS Team
5 Oct 20261 min read
TukuTouch Logo
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે કાબુ ગુમાવતા સર્વિસ રોડ પર પાર્ક કરેલી 2 કારને ટક્કર મારી હતી. સદનસીબે જાનહાનિ ટળી, પરંતુ 3 કારને ભારે નુકસાન થયું. આરોપી કારચાલક હોસ્પિટલમાંથી ફરાર થતા પોલીસે તેને પકડવા કાર્યવાહી હાથ ધરી છે. કારમાં 6 લોકો સવાર હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે ફરી નબીરાનો આતંક! ફૂલ સ્પીડમાં ગાડી હંકારી 3 કાર ફંગોળી, પછી હોસ્પિટલમાંથી ફરાર

Ahmedabad Accident: અમદાવાદના ચર્ચિત ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પકવાન ચાર રસ્તા તરફથી ફૂલ સ્પીડમાં આવતી કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્વિસ રોડ પર પાર્ક કેરેલી અન્ય કારોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેય કારનો ભારે નુકશાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ એસજી-2 ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છેકે, આ અકસ્માતમાં કારચાલકને ઈજા થઈ હતી. તેને હોસ્પિટલ દાખલ કરાયો હતો. હોસ્પિટલમાંથી પોલીસને જાણ કરે તે પહેલા કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેને પકડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ઈસ્કોન કાર અકસ્માત.jpg

મિત્રની કારમાં 6 લોકો સવાર હતા, પૂરપાટ ઝડપે આવીને સર્જ્યો અકસ્માત

મળતી માહિતી અનુસાર, અકસ્માત સર્જનાર કારચાલકે પોતાના મિત્ર પાસેથી કાર લાવ્યો હતો. કારમાં કૂલ 6 લોકો સવાર હતા. પકવાન ચાર રસ્તા તરફથી ઇસ્કોન બ્રિજ નજીક આવતા જ ચાલકે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો અને સર્વિસ રોડ સાઈડમાં પાર્ક કરેલી અન્ય કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતના કારણે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી ન હતી. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.