Ahmedabad

વિધવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું લાખો રૂપિયાની ઠગાઇ કરી, મેરેજના દિવસે જ મિત્ર ફરાર

By GS Team
1 Jul 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ફેસબુક ફ્રેન્ડશીપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હૈદરાબાદથી આવેલી 36 વર્ષીય વિધવા મહિલા મહેસાણાના રાહુલ પટેલની પ્રેમજાળમાં ફસાઈ. રાહુલે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું અને 19.91 લાખ રોકડા તથા 18 તોલા સોનાના દાગીના પડાવ્યા. લગ્નના દિવસે જ આરોપી કોર્ટમાંથી ફરાર થતાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિધવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું લાખો રૂપિયાની ઠગાઇ કરી, મેરેજના દિવસે જ મિત્ર ફરાર

Ahmedabad Facebook Friendship Fraud Case: હૈદરાબાદથી અમદાવાદ રહેવા આવેલી એક 36 વર્ષીય વિધવા મહિલા ફેસબુક પર સંપર્કમાં આવેલા યુવકની પ્રેમજાળમાં ફસાઈ હતી. આરોપીએ મહિલાને પોતાની પત્ની સાથે છૂટાછેડા થવાના છે તેવી માહિતી આપીને લગ્નની લાલચ આપીને અમદાવાદ બોલાવી હતી. અહીં આરોપીએ પીડિત મહિલા સાથે અલગ-અલગ જગ્યાએ અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ ધંધામાં રોકાણના બહાને મહિલા પાસેથી 19.91 લાખ રૂપિયા રોકડા અને સોનાના દાગીના મળી પડાવી લીધા હતા. લગ્નના દિવસે કોર્ટમાંથી આરોપી અચાનક ફરાર થઈ જતાં અને ફોન બંધ કરી દીધો હતો. આ ઉપરાંત તેના ભાઈએ મહિલાના દાગીના એક ફાઈનાન્સ કંપનીમાં ગિરો મૂકી દીધા હતા અને પાછા આપ્યા નહોતા. જે અંગે પીડિતાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વધારે એક આંખ ઉઘાડતો કિસ્સો

સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથેની મિત્રતા કેટલી હદ સુધી ઘાતક સાબિત થઈ શકે છે, તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. હૈદરાબાદથી અમદાવાદ રહેવા આવેલી એક 36 વર્ષીય વિધવા મહિલા ફેસબુક પર સંપર્કમાં આવેલા મહેસાણાના યુવકની પ્રેમજાળમાં ફસાઈ હતી. આરોપીએ મહિલાને લગ્નની ખોટી લાલચ આપી અલગ-અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, ધંધાના બહાને મહિલા પાસેથી 19.91 લાખ રૂપિયા રોકડા અને 18 તોલા સોનાના દાગીના પડાવી લીધા હતા. અંતે લગ્નના દિવસે જ આરોપી કોર્ટમાંથી ફરાર થઈ જતાં પીડિતાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં બે ભાઈઓ સામે ફરિયાદ નોંધાવી છે.

ફેસબુક પર પ્રેમજાળ પાથરી અમદાવાદ બોલાવી
મળતી માહિતી મુજબ, પીડિત મહિલાનો સંપર્ક સાતેક મહિના પહેલા ફેસબુક મારફતે મૂળ મહેસાણાના સુંઢીયા ગામના રાહુલકુમાર રમેશભાઈ પટેલ સાથે થયો હતો. રાહુલે પોતાની પત્ની સાથે છૂટાછેડા થવાના છે તેવી ખોટી વાતો કરીને મહિલાનો વિશ્વાસ જીત્યો હતો અને તેને હૈદરાબાદથી અમદાવાદ શિફ્ટ થવા રાજી કરી હતી. ફેબ્રુઆરી અને એપ્રિલ 2026માં જ્યારે પીડિતા અમદાવાદ આવી, ત્યારે રાહુલે તેને નવરંગપુરાની એક હોટેલ અને વૈષ્ણોદેવી સર્કલ પાસે એક ફ્લેટમાં રાખી હતી. ત્યાં લગ્ન કરવાનો પાકો ભરોસો આપીને તેની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા.

ધંધાના નામે રોકડા ખંખેર્યા અને ભાઈ સાથે મળી સોનું ગિરો મૂક્યું
આરોપી રાહુલે હૈદરાબાદમાં પ્લાસ્ટિકની ફેક્ટરી નાખવાના અને ધંધામાં રોકાણ કરવાના બહાને ડિસેમ્બર 2025થી મે 2026 સુધીમાં પીડિતા પાસેથી ટુકડે-ટુકડે ઓનલાઈન અને રોકડા મળી કુલ 19.91 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ ઉપરાંત, પીડિતાનું ઊંઝાની બેંકમાં ગીરવે મૂકેલું 18 તોલા સોનું છોડાવીને પોતાના કબજામાં લીધું હતું. રાહુલે લાલચ આપી હતી કે આ સોનું તેના ભાઈ પિયુશ પટેલને આપશે તો કોઈ વ્યાજ વગર 20 લાખ રૂપિયા મળશે. જોકે, સોનું હાથમાં આવતા જ આરોપીના ભાઈ પિયુશ પટેલે આ કિંમતી દાગીના મુંદ્રા ખાતેની એક ફાઈનાન્સ કંપનીમાં ગિરો મૂકી દીધા હતા. આટલું ઓછું હોય તેમ, રાહુલે મહિલાની જાણ બહાર તેના ક્રેડિટ કાર્ડ પરથી પણ 1 લાખ રૂપિયાની લોન ઉપાડી લીધી હતી.

કોર્ટ મેરેજના દિવસે જ ફોન બંધ કરી પલાયન થયો
જ્યારે મહિલાએ પોતાના દાગીના અને નાણાં પાછા માંગી લગ્ન કરવા માટે દબાણ કર્યું, ત્યારે મામલો રફાદફા કરવા આરોપી રાહુલે ગત 18 મે 2026ના રોજ પીડિતાને ઘી કાંટા કોર્ટમાં કોર્ટ મેરેજ કરવા માટે બોલાવી હતી. પીડિત મહિલા લગ્નના કપડાં અને આશાઓ સાથે કોર્ટ પહોંચી પરંતુ કપટી રાહુલ ત્યાંથી અચાનક જ પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને ફરાર થઈ ગયો હતો. બંને ભાઈઓએ ભેગા મળીને વિધવા મહિલાની લાચારી અને મજબૂરીનો ફાયદો ઉઠાવી આર્થિક અને શારીરિક શોષણ કર્યું હોવાનું સામે આવતા નવરંગપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.